Last Updated on by Sampurna Samachar
મિત્રનો ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘૂસાડ્યું
આ ઝઘડો કોઈ છોકરી બાબતે થયો હોવાનું કહેવાય છે, જો કે પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદની શાળાઓમાં હવે રમત–ગમતના મેદાનને બદલે લોહીના ખેલ ખેલાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ ૮ ના એક વિદ્યાર્થી પર તેના જ સહાધ્યાયી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ થયેલી સામાન્ય બોલાચાલીએ લોહિયાળ વળાંક લીધો અને એક નિર્દોષવિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવવાની સ્થિતિ આવી ગઈ છે.

ઘટના ૨૦ એપ્રિલના રોજ બની હતી. ૧૪ વર્ષીય સગીર ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ ૮ ની પરીક્ષા આપીરહ્યો હતો. સવારે ૧૧:૩૦ વાગ્યે પેપર પૂરું થયા બાદ તેના એક મિત્રને અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. મિત્રને બચાવવા અને ઝઘડો શાંત પાડવા આ વિદ્યાર્થી વચ્ચે પડ્યો હતો.
તપાસ બાદ જ સત્ય બહાર આવશે
જો કે ઉશ્કેરાયેલા હુમલાખોરવિદ્યાર્થીએ કંઈ પણ વિચાર્યા વગર કંપાસ બોક્સમાંથી તીક્ષ્ણ પરિકર કાઢ્યું અને કલાસરૂમની બેન્ચ પરચઢીને આયાનની આંખમાં જોરથી મારી દીધું. આ ઘટના બાદ વર્ગખંડમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની માતાએ જણાવ્યું કે, તેના પુત્રને ગંભીરહાલતમાં અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઝઘડો કોઈ છોકરી બાબતે થયો હોવાનું કહેવાય છે, જાેકે પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે.
આ ઘટના ક્યાં બની તેને લઈને અધિકારીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. ડો. એલ.ડી. દેસાઈ(શાસનાધિકારી)ના અનુસાર પ્રાથમિક રિપોર્ટ મુજબ આ ઘટના ક્લાસરૂમમાં નહીં પણ સ્કૂલ કેમ્પસની બહારબની હોઈ શકે છે. જ્યારે નારોલ પીઆઇના અનુસાર પોલીસ તપાસ મુજબ, કલાસરૂમમાં જ બે વિદ્યાર્થીઓનાઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને પરિકર મારવામાં આવ્યું છે.
નારોલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હજુ પણહોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સેવન્થ ડે સ્કૂલની હત્યા બાદ હવે પરિકરથી આંખ ફોડવાની આ ઘટનાવાલીઓ માટે લાલબત્તી સમાન છે. બાળકોના દફતરમાં પુસ્તકોની સાથે હવે હથિયારો ક્યાંથી આવે છે તેતપાસનો વિષય છે.