Last Updated on by Sampurna Samachar
રાષ્ટ્રીય સુરક્ષાને લઇ લેવાયો નિર્ણય
જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાને નિશાનો બનાવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની સેનાએ પાકિસ્તાન પર મોડી રાત્રે આંતકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારતે આ હુમલામાં ૧૦૦ થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યવાહી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વનો ર્નિણય લીધો છે. જેમાં તેમણે પોતાના ત્રણ દેશની મુલાકાત હાલ મોકૂફ કરી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડની યાત્રા હાલ મોકૂફ રાખી છે. આ ત્રણ યુરોપિયન દેશોમાં તેઓ અનેક દ્વિપક્ષીય વાર્તા અને બેઠકોમાં ભાગ લેવાના હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાને લઈને મહત્ત્વના સમયને જોતા આ ર્નિણય લેવામાં આવ્યો છે.
એવી સજા મળશે કે જેની કલ્પના પણ નહીં હોય
ભારતીય સેના જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાને નિશાનો બનાવ્યો હતો, ત્યારે વડા પ્રધાન મોદી સતત આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આ હુમલામાં ભારતીય થળસેના, નૌસેના અને વાયુસેનાની ત્રણ સેનાઓની સટીક હુમલો કરનારી હથિયાર પ્રણાલીનો ઉપયોગ કરાયો હતો. ભારત દ્વારા તમામ ૯ ઠેકાણા પર સ્ટ્રાઇક સટીક અને સફળ રહી છે. પહલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ સ્પષ્ટરૂપે કહ્યું હતું કે, આતંકીઓ અને તેમના આકાઓને એવી સજા મળશે જેની તેમણે કલ્પના પણ ન કરી હોય.‘