Last Updated on by Sampurna Samachar
મગદલા–હજીરા બ્રિજ પર કાળમુખો અકસ્માત થયો
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો મગદલા–હજીરા બ્રિજ પર પહોંચી ગયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના વ્યસ્ત ગણાતા મગદલા–હજીરા બ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને એક ચાલકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલોભયાનક હતો કે, ટક્કર લાગતા જ વ્યક્તિ રોડ પર ફંગોળાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિની ઓળખ બચુભાઈ વસૈયા તરીકે થઈ છે. ટક્કર એટલી જોરદારહતી કે, બચુભાઈને માથાના તેમજ શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુંહતું. સ્થાનિક લોકોએ અકસ્માત જોતા જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ સારવાર મળે તેપહેલા જ બચુભાઈએ દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો મગદલા–હજીરા બ્રિજ પર પહોંચી ગયો હતો. પોલીસેમૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી છે. બ્રિજ પર લાગેલા CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, જેથી ફરાર વાહન ચાલકની ઓળખ કરીતેને ઝડપી પાડી શકાય. બ્રિજ પર વારંવાર સર્જાતા અકસ્માતોને લઈ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યોછે.