Last Updated on by Sampurna Samachar
કાલાવડ જામનગર હાઇવે પર પૂરપાટ કાર બની યમરાજ
અકસ્માત બાદ કાર ચાલક ફરાર છે કાલાવડ ટાઉન પોલીસ સ્ટાફે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કાલાવડ જામનગર હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. કાલાવડ જામનગર હાઇવે પર ક્રિષ્ના રેસ્ટોરન્ટપાસે કેટલાક લોકો કાળઝાળ ગરમીમાં શેરડીનો રસ પી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે જતી કારેશેરડીનો રસ પીતા લોકોને અડફેટે લીધા હતા.

જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર છે. કાલાવડ ટાઉન પોલીસ સ્ટાફે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વાહનના નંબરના આધારે તેની શોધખોળ શરૂ
પ્રાથમિક માહિતી પ્રમાણે, કેટલાક લોકો કાલાવડ જામનગર હાઇવે પર નવા માર્કેટિંગ યાર્ડની સામે ક્રિષ્નારેસ્ટોરન્ટ પાસે શેરડીનો રસ પીતા હતા. આ દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે આવેલી કારે ચારથી વધુ લોકોનેઅથડાયા હતા. ફૂલ ઝડપે આવતી કારે ટક્કર મારી ઘટના સ્થળે બે લોકોના મોત નીપજ્યા છે.
મૃતકમાં એકયુવાન અને એક મહિલાનું મોત નીપજ્યું છે. આ સાથે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઘાયલોને ૧૦૮ મારફતેરાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને કાલાવડની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. કાર ચાલક ઠોકર મારીફરાર થઈ ગયો હતો. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
કાલાવડ ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટેસિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની કાર સાથે સ્થળ પરથી નાસીછૂટ્યો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો છે. આ સાથે સીસીટીવી ફૂટેજ અને વાહનના નંબરના આધારે તેની શોધખોળ શરૂ કરી છે.