Last Updated on by Sampurna Samachar
જે ચેનલ પર કરી વાત તે નકલી ચેનલ નીકળી
પાકિસ્તાની પત્રકાર આ અંગે કરી ટિપ્પણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે પોતાને શરમજનક સ્થિતિમાં મૂક્યા છે. ભારત સામે પાકિસ્તાની (PAKISTHAN) સેનાની પ્રશંસા કરવા માટે ઇશાક ડારે ખોટા રિપોર્ટનો આશરો લીધો જેનો ખુલાસો તેમના જ દેશના મીડિયાએ કર્યો હતો.
વાસ્તવમાં, સંસદમાં પોતાના ભાષણ દરમિયાન, ઇશાક દારે યુકે સ્થિત ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ના નકલી પેજ પર હાજર સમાચારને ટાંકીને પાકિસ્તાન સેનાની પ્રશંસા કરી હતી. પરંતુ પાછળથી, પાકિસ્તાની ચેનલ ધ ડોને તેના ફેક્ટ ચેકમાં જણાવ્યું હતું કે ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’માંથી ઇશાક ડાર દ્વારા ટાંકવામાં આવેલ સમાચાર વાસ્તવમાં એક નકલી ચેનલ છે.
સમાચાર ખોટા હોવાનો કર્યો દાવો
પાકિસ્તાન સંસદમાં ભાષણ આપતી વખતે, ઇશાક ડારે કહ્યું કે “ટેલિગ્રાફ લખે છે કે પાકિસ્તાન વાયુસેના આખા આકાશ પર રાજ કરે છે.” જોકે, તેમણે જે સમાચાર વિશે વાત કરી તે ખોટા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા.
જ્યારે પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ ની ટીમે આ સમાચારની તપાસ કરી, ત્યારે સત્ય બધાની સામે આવ્યું. ‘ધ ડોન’ એ પોતાની હકીકત તપાસમાં આ સમાચારને ખોટા જાહેર કર્યા. ‘ધ ડોન’ એ તેના ફેક્ટ ચેકમાં જણાવ્યું હતું કે યુકે સ્થિત ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ એ પાકિસ્તાન સંબંધિત આવો કોઈ અહેવાલ પ્રકાશિત કર્યો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ નકલી પોસ્ટમાં, ૧૦ મેના ફોટો સાથેનો એક રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે. આમાં પાકિસ્તાની વાયુસેનાને ‘આકાશનો રાજા’ કહેવામાં આવ્યો છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ રિપોર્ટ ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’નો છે. જોકે, ડોને આ દાવાઓને નકારી કાઢયા છે.
પાકિસ્તાની પત્રકાર ઇમરાન મુખ્તારએ પણ આ અંગે ટિપ્પણી કરી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું, “જુઠ્ઠાણું સત્યને કેવી રીતે છુપાવે છે. સંસદમાં નાયબ વડા પ્રધાન ઇશાક ડારે જે રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો તે વાસ્તવમાં નકલી હતો. તેમણે પાકિસ્તાન વાયુસેનાના સમર્થનમાં ગૃહમાં આ રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં કોઈ શંકા નથી કે પાકિસ્તાન વાયુસેના અદ્બુત છે, પરંતુ આ રિપોર્ટ નકલી છે.”