Last Updated on by Sampurna Samachar
બ્રિટિશ રાજકીય વિવેચક અને લેખક ડેવિડ વાન્સનુ મોટુ નિવેદન
ચીન પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યુ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રિટિશ રાજકીય વિવેચક અને લેખક ડેવિડ વાન્સે પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે પાકિસ્તાનને ટેકો આપવા બદલ ચીનની ટીકા કરી છે. બેઇજિંગ પર આરોપ લગાવતા તેમણે કહ્યું, “ ચીન એશિયા ક્ષેત્રમાં પાકિસ્તાનનો ઉપયોગ પ્રોક્સી તરીકે કરે છે. તેથી, ચીન પર વિશ્વાસ કરી શકાય નહીં.”
તેમણે એમ પણ કહ્યું કે જો ભારતને યોગ્ય ટેકો આપવામાં આવે તો તે એશિયા ક્ષેત્રમાં ચીન સામે પશ્ચિમ માટે મજબૂત દિવાલ તરીકે કામ કરી શકે છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘ચીન પાકિસ્તાનનો ઉપયોગ પ્રોક્સી તરીકે કરે છે, તેથી તેના પર વિશ્વાસ કરી શકાય નહીં. મને લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજવું જોઈએ.
તુર્કીએ આપેલા ભારત વિરોધી નિવેદનની કરી ટીકા
ડેવિડ વેંસે કહ્યું, ‘ ડોનાલ્ડ ટ્રમ્પ એ સમજે કે જો ભારતને વધુ સારો ટેકો આપવામાં આવે તો ભારત ચીન સામે પશ્ચિમી દેશો માટે મજબૂત દિવાલ તરીકે કામ કરશે તો તે વધુ સારું રહેશે.’ પાકિસ્તાન સામે આપણે ભારતને જેટલું વધુ સમર્થન આપીશું, તેટલું જ સારું રહેશે, કારણ કે ચીનને પાકિસ્તાનમાં ઘણો રસ છે.
જે લોકો ભારતના હિત વિશે વિચારતા નથી, તેઓ પશ્ચિમ વિશે પણ વિચારતા નથી, એવું મારું માનવું છે. તેમણે પાકિસ્તાનને ટેકો આપવા બદલ તુર્કીની પણ ટીકા કરી. તેમણે અંકારા પર સમસ્યાઓ ઊભી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તુર્કીએ પાકિસ્તાનના પક્ષમાં આપેલા ભારત વિરોધી નિવેદનની ટીકા થવી જોઈએ.
“મને આશ્ચર્ય નથી થયું,” વેન્સે કહ્યું. ચીન ભારત માટે એક સમસ્યા છે અને જેમ મેં કહ્યું તેમ પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે. મને લાગે છે કે તુર્કી પણ એક વિવાદાસ્પદ દેશ છે. તો આ બધા પછી, મને કોઈ આશ્ચર્ય થયું નહીં. હું એર્ડોગન અને ચીન વચ્ચે બહુ ફરક પાડી શકતો નથી. આ સમયગાળા દરમિયાન, વાન્સે ઓપરેશન સિંદૂર માટે ભારતને પણ મજબૂત ટેકો આપ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી આની રાહ જાેઈ રહ્યું હતું કારણ કે આ ર્નિણય લેવો જરૂરી હતો. તેમણે કહ્યું કે આ જરૂરી હતું અને ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે. પાકિસ્તાન એક નિષ્ફળ અને આતંકવાદી દેશ છે. આવી સ્થિતિમાં, ભારત દ્વારા આવું પગલું ભરવું મહત્વપૂર્ણ છે.