Last Updated on by Sampurna Samachar
ગત વર્ષના પ્રસ્તાવને શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજૂરી
કચરાની વધતી જતી સમસ્યાના ઉકેલ માટે આ યોગ્ય પગલું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં ઘણાબધા સેક્ટરોમાં વધારો અને ઘટાડો થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ૧ એપ્રિલ ૨૦૨૫થી બેંગલુરુમાં રહેવું પણ મોંઘુ થઇ ગયુ છે. ઘરેલું કચરાના સંગ્રહ અને નિકાલના શુલ્ક પણ હાલના મિલકત વેરા બિલ પર વસૂલવામાં આવશે. કર્ણાટક સરકાર દ્વારા કચરાના નિકાલ માટે ગ્રાહક ફી મંજૂર કરવામાં આવી છે. બેંગલુરુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ એ ગયા વર્ષે નવેમ્બરમાં ફીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નેતૃત્વ હેઠળના શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
બ્રુહત બેંગલુરુ (Bengaluru) મહાનગર પાલિકાએ કચરો ઉપકર લાગુ કર્યો છે. આ અંતર્ગત, બેંગલુરુના રહેવાસીઓએ ૧ એપ્રિલથી ઘન કચરા વ્યવસ્થાપન વપરાશકર્તા ફી ચૂકવવી પડશે. દૂધ, વીજળીના દરમાં વધારો કર્યા પછી, BBMP એ હવે નવો કર લાદવાનો ર્નિણય લીધો છે. BBMP એ દર મહિને કચરા અને નિકાલનો ખર્ચ વધારવાનો ર્નિણય લીધો છે અને આજથી બેંગલુરુમાં કચરા સેસ લાગુ કરવામાં આવી રહ્યો છે.
ત્રણ માળની ઇમારત પર દર મહિને ૧૫૦ રૂપિયા વસુલાશે
આ ફીમાં લોકોના ઘરેથી દરરોજ કચરો એકઠો કરવાનો અને પછી તેનો નિકાલ કરવાનો ખર્ચ સામેલ છે. મળતા અહેવાલ મુજબ, BSWML એ અંદાજ લગાવ્યો છે કે આ વપરાશકર્તા ફીથી વાર્ષિક ૬૦૦ કરોડ રૂપિયા સુધીની આવક થશે.
મિલકતના કદના આધારે આ ફી માળખાના છ સ્લેબ છે. ૬૦૦ ચોરસ ફૂટની ઇમારત માટે દર મહિને ૧૦ રૂપિયા ફી ચૂકવવી પડશે, જ્યારે ૪,૦૦૦ ચોરસ ફૂટ કે તેથી વધુની મિલકત માટે દર મહિને ૪૦૦ રૂપિયા સુધીની ફી ચૂકવવી પડશે. ધારો કે ૩૦૨૪૦ ચોરસ ફૂટના વિસ્તારમાં બનેલી ત્રણ માળની ઇમારત પર દર મહિને ૧૫૦ રૂપિયા ફી વસૂલવામાં આવશે.
તેવી જ રીતે, ઘણા મોટા એપાર્ટમેન્ટ્સ અથવા કોમર્શિયલ ઇમારતો છે જ્યાં દરરોજ ઘણો કચરો એકઠો કરવામાં આવે છે અને બહાર કાઢવામાં આવે છે. જો તેઓ કોઈપણ કચરો પ્રક્રિયા કરતી એજન્સીની મદદ નહીં લે, તો આ કિસ્સામાં તેમની પાસેથી પ્રતિ કિલો કચરા માટે ૧૨ રૂપિયા વધારાના વસૂલવામાં આવશે.
લોકો પાસેથી પહેલાથી જ પ્રોપર્ટી ટેક્સના ભાગ રૂપે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ચાર્જ લેવામાં આવે છે. આમાંથી એકત્ર થયેલા પૈસા જાહેર સ્થળોની જાળવણી માટે વપરાય છે. સરકારનો દાવો છે કે બેંગલુરુમાં કચરાના વ્યવસ્થાપનને સુધારવા માટે નવા ફી લાદવાની જરૂર છે. શહેરમાં કચરાની વધતી જતી સમસ્યાના ઉકેલ માટે આ એક યોગ્ય પગલું છે.