Last Updated on by Sampurna Samachar
ટ્રાન્સપોર્ટરની ઓફિસમાથી ૪.૨૨ લાખનો દારૂ પકડાયો
પોલીસે જથ્થો મંગાવનાર અને સપ્લાયલર સામે ગુનો નોંધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવે દારૂની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટરોનો ઉપયોગ થઇ રહ્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં હરિયાણાના હરણી વિસ્તારની વધુ એક ટ્રાન્સપોર્ટ (transport) ઓફિસમાંથી દારૂનો મોટો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે. જ્યાં પોલીસે દારૂના જથ્થાને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર હરણી ગોલ્ડન ચોકડી વિસ્તારમાં આવેલી કેપી ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો બહારથી આવ્યો હોવાની વિગતો મળતા હરણી પોલીસે સામાનની ચકાસણી કરી હતી. જે દરમિયાન હરિયાણા પંચકુલાથી આવેલી પ્લાસ્ટિકની ૧૧૪ નંગ પેક બાલ્ટીઓની તપાસ કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો.
ચાર લાખના દારૂને જપ્ત કરાયો
પોલીસે ડોલોના બિલ તપાસતા તેમાં હાઇડ્રોલિક ઓઇલ ભર્યું હોવાના બિલ મળી આવ્યા હતા. જેમાં ૩૮ ડોલ ગાયત્રી ટ્રેડર્સ ૩૮ ડોલ હરિઓમ સ્ટીલ વર્કસ મકરપુરા અને ૩૮ ડોલ એચ એ ટ્રેડિંગના નામે મોકલવાની હતી.
આ પૈકી ૩૮ ડોલ જશવંત ભગવાનભાઈ ડાભી વિનાયક રેસીડેન્સી વડોદરા ટેમ્પો લઈને લેવા માટે આવેલ હતા. જ્યારે બીજી ડોલ પછીના ફેરામાં લઈ જવાના હતા. પોલીસે કુલ ૭૬ ડોલમાંથી નાની મોટી ૧૩૯૮ નંગ દારૂની બોટલ કબજે કરી હતી. જેની કિંમત ૪.૨૨ લાખ થાય છે. પોલીસે જથ્થો મંગાવનાર જશવંતભાઈ ડાભી તેમજ માલ સપ્લાય કરનાર વિવેક એન્ટરપ્રાઇઝના સંચાલક સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.