Last Updated on by Sampurna Samachar
હજુ સુધી કોઇ જાનહાનિના કોઇ અહેવાલ નહીં
૫૫ વાહનો અને ૨૩૨ કર્મચારીઓ રાહત કામગીરી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીન (CHIN) ના પૂર્વી શેનડોંગ પ્રાંતમાં એક કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયાની માહિતી સામે આવી હતી. આ માહિતી સરકારી પ્રસારક ‘CCTV’ માં પ્રકાશિત થયેલા સમાચારમાંથી મળી છે. રાજ્ય સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, વિસ્ફોટ બાદ બચાવ કાર્યકરોની ટીમો ગાઓમી શહેરના પ્લાન્ટ ખાતે રવાના કરવામાં આવી હતી. વિસ્ફોટની જાણ થયા બાદથી કટોકટી વ્યવસ્થાપન મંત્રાલય સક્રિય સ્થિતિમાં કામ કર્યુ અને અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
વિસ્ફોટ બાદ, સ્થાનિક ફાયર અને રેસ્ક્યૂ સેવાઓએ ૫૫ વાહનો અને ૨૩૨ કર્મચારીઓને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટ સ્થળથી લગભગ ૩.૫ કિલોમીટર દૂર એક હોટલ કર્મચારીએ જણાવ્યું કે તેણે જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો.
અગાઉ ૨૦૧૫ માં થયેલા છે અનેક વિસ્ફોટ
તમને જણાવી દઈએ કે આ પહેલા ૨૦૧૫ માં, ઉત્તરપૂર્વીય શહેર તિયાનજિનમાં એક કેમિકલ વેરહાઉસમાં અનેક વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં ૧૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા અને હવામાં ઝેરી ધુમાડો ફેલાઈ ગયો હતો.