Last Updated on by Sampurna Samachar
ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને ઘટનાને આતંકી ગણાવી
હુમલામાં ૬ લોકો થયા ઘાયલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા (AMERICA) ના કોલોરાડોમાં યહુદી કાર્યક્રમમાં હુમલાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર એક શખ્સે યહૂદી કાર્યક્રમ દરમિયાન હુમલો કર્યો હતો. મોલોટોવ કૉકટેલ (જ્વલનશીલ પદાર્થ ભરેલી બોટલ)થી કરવામાં આવેલા આ હુમલામાં આશરે ૬ લોકો દાઝી ગયા હતા.
મળતી માહિતી મુજબ, આ દરમિયાન ફ્રી પેલેસ્ટાઇન જેવા નારા લગાવવામાં આવ્યા હતા. હાલ, પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. FBI (ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી રહી છે.
પેલેસ્ટાઇનને આઝાદ કરવાનો નારો લગાવ્યો
કોલોરાડોના બોલ્ડરમાં ઈઝરાયલના બંધકોની યાદમાં એક સમૂહ ભેગું થયું હતું. આ દરમિયાન એક શખ્સે ભીડ પર મોલોટોવ કૉકટેલ્સ ફેંક્યું હતું. આ સાથે તેણે ફ્લેમથ્રોઅપરથી હુમલો કર્યો હતો. હુમલાખોરની ઓળખ મોહમ્મદ સાબરી સુલેમાન તરીકે થઈ છે. હુમલાખોરે ભીડ પર હુમલો કરતી વખતે પેલેસ્ટાઇનને આઝાદ કરવાનો નારો લગાવ્યો હતો.
બોલ્ડર પોલીસ પ્રમુખ સ્ટીફન રેડફર્ને જણાવ્યું કે, એક શખ્સના હથિયાર લઈને ફરવા અને લોકોને બાળી નાંખવાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ૬ લોકોમાં તમામની ઉંમર ૬૭ થી ૮૮ વર્ષની વચ્ચે છે. તમામ લોકોને હાલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક દર્દીની હાલત હાલ ખૂબ જ ગંભીર છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલ હુમલાખોરને લઈને પોલીસે વધુ જાણકારી નથી આપી. માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટનાને આરોપીએ એકલાએ જ અંજામ આપ્યો હતો અને ઘટનાસ્થળ પર કોઈ અન્ય શંકાસ્પદ વ્યક્તિ જોવા નથી મળી. ખાસ વાત એ છે કે, આ હુમલામાં હુમલાખોર પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, આ ઈજા કેટલી અને કેવી છે?
FBI ના ડેપ્યુટી ડિરેક્ટરે લખ્યું કે, ‘શરુઆતી જાણકારીના આધારે આ આતંકવાદી ઘટનાની તપાસ વિચારધારા પ્રેરિત હિંસાની ઘટનાના રૂપે કરવામાં આવી રહી છે. તથ્ય સામે આવ્યા બાદ આ ઘટના પર સ્પષ્ટ વાત કરવામાં આવશે.