Last Updated on by Sampurna Samachar
અગ્રવાલ પરિવાર રીતસરનો ભાંગી પડ્યો
કેતન અગ્રવાલ હત્યાકાંડના ક્રાઈમ સીનને ફરી બનાવી શકાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
પુણેના રિયલ એસ્ટેટ કારોબારી કેતન અગ્રવાલના ચિતાની અગ્નિ હજુ ઠંડી પડી નથી ત્યાં તેના પરિવારને વધુ એક ઝટકો લાગ્યો છે. કેતનના દાદાજી દેવીચંદ અગ્રવાલનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થઈ ગયું છે. તેમની ઉંમર ૭૧ વર્ષ હતી.

અગાઉ ૧૮ જૂને પુણેની પાસે લોહાગઢ કિલ્લા પરથી પડી જવાને કારણે કેતનનું મોત થયું હતું. લોનાવાલા ગ્રામીણ પોલીસને શંકા છે કે મુખ્ય આરોપી સિયા ગોયલ જેની સગાઈ કેતન અગ્રવાલની સાથે થઈ હતી, તે હજુ લગ્ન કરવા ઈચ્છતી નહોતી અને કથિત રીતે લગ્ન કરવા માટે પરિવારનું દબાણ હતું.
પોલીસે સિયા ગોયલના ઘરેથી કપડાં જપ્ત કર્યા
પુણે ગ્રામીણ પોલીસ આરોપી સિયા ગોયલને પુણે શહેરના લુલ્લા નગર વિસ્તારમાં એક ખુલ્લા મેદાનમાં લઈ ગઈ, જ્યાં તેણે અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ કથિત રીતે કેતન અગ્રવાલને લોહાગઢ કિલ્લાથી નીચે ધકેલવાની યોજનાનું રિહર્સલ કર્યું હતું.
પોલીસે સિયા ગોયલના ઘરેથી તે કપડાં પણ જપ્ત કર્યાં છે, જે તેણે ઘટનાના દિવસે પહેર્યાં હતા. આ વચ્ચે આરોપી સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલે કહ્યુ કે પોલીસ તેમના ઘરે આવી તો તેમણે કંઈ પૂછ્યું નહીં. તેમણે કહ્યુ કે અધિકારી ૩૦-૪૫ મિનિટ સુધી ઘર પર રહ્યાં. તેમણે કહ્યું- પોલીસ આજે ઘરે આવી હતી પરંતુ હું કોઈને મળ્યો નહીં. તેમણે પોતાનું કામ કર્યું અને લગભગ ૩૦-૪૫ મિનિટ સુધી અહીં રહી. ડોક્ટરે મને આરામ કરવાની સલાહ આપી છે. મારી તબીયત ઠીક નથી. આ મામલા વિશે હું વાત કરવા ઈચ્છતો નથી. મારામાં તે માટે હિંમત નથી.
આ પહેલા પુણે પોલીસ આરોપી ચેતન ચૌધરીને પુણેની પાસે લોહાગઢ કિલ્લા લઈ ગઈ જેથી કેતન અગ્રવાલ હત્યાકાંડના ક્રાઈમ સીનને ફરી બનાવી શકાય. તે માટે પીડિતના વજનના બરાબર એક ડમીનો ઉપયોગ કરી તે જાણકારી મેળવી કે ઘટના કેવી રીતે બની હતી. પુણે રૂરલ પોલીસ આરોપી સિયા ગોયલને પુણે શહેરના લુલ્લાનગર વિસ્તારમાં એક ખુલ્લા મેદાનમાં લઈને પહોંચી હતી. જ્યાં સિયા અને ચેતને કેતનની હત્યાનું રિહર્સલ કર્યું હતું.