ગંદકીનો વિરોધ કરવો ભારે પડ્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

થલવાડામાં મટન શોપની ગંદકી બાબતે ઠપકો આપતા હુમલો

આ ઘટનાને પગલે થલવાડા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામે નજીવી બાબતમાં એક હિંસક અથડામણ સર્જાઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગામમાં આવેલી એક મટન શોપની ગંદકી મામલે ઠપકો આપવા ગયેલા સોરમભાઈ સિપાહી નામના વ્યક્તિ પર ત્રણ શખ્સોએ પાઇપો વડે તૂટી પડ્યા હતા. આ હુમલો એટલો ઘાતક હતો કે, ગંભીર ઈજાઓના કારણે સોરમભાઈનું મોત નીપજ્યું છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

 

મૃતક સોરમભાઈના પરિવારજનોના આક્ષેપ મુજબ, મટન શોપ દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીના મુદ્દે તેઓસમજાવવા માટે ગયા હતા. જો કે, ત્યાં હાજર ત્રણ લોકોએ ઉશ્કેરાઈ જઈને લોખંડની પાઈપો વડે હુમલો કરીતેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને પગલે થલવાડા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે, અને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યો છે.

ઘટના બાદ સોરમભાઈના પરિવારજનોમાં ભારે રોષ વા મળી રહ્યો છે. પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છેકે, જ્યાં સુધી હત્યા કરનાર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.ન્યાયની માગ સાથે પરિવારે હોસ્પિટલ બહાર વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અનેપોલીસ દોડતી થઈ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.