Last Updated on by Sampurna Samachar
ભારતના નાણાંમંત્રી ર્નિમલા સિતારમણે કરી માંગણી
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધમાં કેટલાક કડક ર્નિણય લીધા હતા. જ્યારે ભારતના નાણાંમંત્રી ર્નિમલા સિતારમણે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ના અધ્યક્ષ માસાતો કાંડા સાથે મુલાકાત કરીને પાકિસ્તાનને આર્થિક મદદ બંધ કરવાની માંગ કરી છે.
આ સાથે નાણાંમંત્રીએ માસાતો સિવાય ઈટલીના નાણાંમંત્રી જિયાનકાર્લો જિયોજેર્ટ્ટી સાથે મુલાકાત કરીને પોતાની માંગને જણાવી હતી. ભારતે સ્પષ્ટ કર્યું કે, આતંકવાદને રક્ષણ અને પ્રોત્સાહન આપનારાઓને નાણાકીય ભંડોળ આપવું જોઈએ નહીં.
ભારત એક્શન હોવાના સંકેત
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે. તેવામાં પાકિસ્તાનને દુનિયામાં અનેક બેંકો જેવી કે, ADB અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી અરબો ડોલરની મદદ કરવામાં આવી છે. આ સહાય વિકાસ, આબોહવા પરિવર્તન સામે લડવા, રસ્તા બનાવવા, વીજળી વગેરે ક્ષેત્રો માટે આપવામાં આવે છે.
ભારતનું કહેવું છે કે, પાકિસ્તાનને અલગ-અલગ બેંકમાંથી સહાય મળે છે, જેમાંથી મોટાભાગના રૂપિયા આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ભારતની માંગ છે કે, તેને લિસ્ટમાં ફરીથી નાખી દેવામાં આવે. ભારતે પાકિસ્તાનને IMF તરફથી મળવાના ૭ બિલિયન ડોલરના પેકેજ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોખમ લેવાના ભાવે અમે સારી રીતે જાણવી છીએ અને સેનાને પૂરી છૂટ આપવામાં આવી છે. વડાપ્રધાને છેલ્લા ૧૦ દિવસમાં ત્રણેય સેનાના પ્રમુખ સાથે અલગ-અલગ બેઠકો કરી છે. જેનાથી એક્શનના સંકેત મળી રહ્યા છે. સરહદ પર ફિરોઝપુરમાં બ્લેકઆઉટ મોક ડ્રીલ યોજાઈ છે, ફાઈટર જેટ અને નૌસેનાની કવાયત ચાલી રહી છે અને ભારત રાજદ્વારી સ્તરે પણ સક્રિય છે.