Last Updated on by Sampurna Samachar
કટાઈ પંચાયતના ઉફરૌલી ગામનો કિસ્સો
ઘટના જોઇ સૌ કોઇ ચોંકી ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી પ્રેમ પ્રસંગ અને લગ્નનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પ્રેમિકાના ગામમાં મેળામાં ફરવા આવેલા યુવકે પહેલા મેળામાં પ્રેમી સાથે ફર્યો, બાદમાં ચકડોળ પર અશ્લીલ હરકતો કરવા લાગ્યો, આ ઘટના ગામલોકો જોઈ ગયા. ત્યારબાદ ગામલોકોએ તેને ખૂબ માર્યો હતો. બાદમાં સહમતિ થઈ તો બંનેના લગ્ન કરાવી દીધા હતા. સમગ્ર મામલો મુઝફ્ફરપુર જિલ્લાના જજુઆર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કટાઈ પંચાયતના ઉફરૌલી ગામનો છે.
હકીકતમાં જોઈએ તો, કટરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નવાદા ગામના રહેવાસી વિજય કુમાર પોતાની પ્રેમિકાને મળવા પાડોશના ગામ જજુઆરના ઉફરૌલીમાં યોજાતા મેળામાં પહોંચ્યો હતો. આ દરમ્યાન તેણે પ્રેમિકાને પણ મળવા બોલાવી હતી અને બંને મળ્યા બાદ ચકડોળ પર બેસીને મજા લેતા અશ્લીલ હરકતો કરતા હતા.
પહેલા સ્થાનિકોએ યુવકને માર માર્યો
આ દરમ્યાન ત્યાં સ્થાનિક લોકોની નજર તેમના પર પડી. લોકોએ પહેલા તો યુવકને પકડી લીધો અને બાદમાં તેની ધોલાઈ કરી. પછી પ્રેમી કપલના પરિવારની શોધ કરી તેમને આ મામલે જાણ કરવામાં આવી. સૂચના મળતા જ બંને છોકરા છોકરીના પરિવારના લોકો આવી પહોંચ્યા. સ્થાનિક લોકોની મદદથી બંનેના લગ્ન કરાવી દીધા. કહેવાય છે કે યુવતી રંગીલા કુમારીના પિતાનું નિધન થઈ ચુક્યું છે અને તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે.
રંગીલા કુમારી ચાર બહેનોમાં સૌથી નાની બહેન છે. તેની ત્રણેય બહેનોના લગ્ન થઈ ચુક્યા છે. રંગીલા હાલમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી હતી અને કોલેજમાં તેને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો. વિજય કુમાર નામના આ યુવક સાથે યુવતીને છેલ્લા ૮ મહિનાથી પ્રેમ હતો.