Last Updated on by Sampurna Samachar
સોનાના ભાવમાં રૂ. ૧૮૦૦નો ઉછાળો નોંધાયો
જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ સમયે હેજિંગ માટે સોના-ચાંદીના ભાવ વધે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી અને અમેરિકાના ફેડ રિઝર્વની મોનેટરી પોલિસી પહેલાં MCX સોનામાં મોટો ઘટાડો નોંધાયો હતો. જેમાં સોનાનો ભાવ રૂ. ૯૬, ૯૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર ખૂલ્યા બાદ રૂ. ૮૦૦ થી વધુનો કડાકો નોંધાયો હતો. સોનું રૂ. ૮૪૧ ઘટી ૯૬૬૫૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ત્યારે ચાંદી પણ રૂ. ૨૮૩ તૂટી રૂ. ૯૬, ૪૧૮ પર કારોબાર થઈ રહી હતી. તેમજ સોનાના ભાવમાં ૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ સમયે હેજિંગ માટે સોના-ચાંદીના ભાવ વધે છે. વૈશ્વિક સ્તરે અમેરિકામાં ફેડ રિઝર્વની રેપો રેટ મુદ્દે જાહેરાત પર સૌ કોઈની નજર છે. અમેરિકા અને ચીન વચ્ચે પણ વેપાર મંત્રણા થવાની શક્યતાઓ વધી છે. જેના પગલે કિંમતી ધાતુમાં કડાકો નોંધાયો છે. વૈશ્વિક સોનું ૩૨.૫૦ ડોલર તૂટી ૩૩૯૦.૩૦ ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી ૦.૩૩ ડોલર તૂટી ૩૩.૦૪ ડોલર પ્રતિ ઔંસ પર ક્વોટ થઈ રહ્યાં છે.
રૂપિયો ઓપનિંગ સેશનમાં ડોલર સામે ૩૧ પૈસા તૂટ્યો
અમદાવાદમાં સોનાનો ભાવ રેકોર્ડ હાઈ રૂ. ૧,૦૧,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામથી રૂ. ૪૮૦૦ સસ્તુ થયુ હતું. જોકે, ફરી પાછો વધી રૂ. ૧,૦૦,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. સોનાના ભાવમાં રૂ. ૧૮૦૦નો ઉછાળો નોંધાયો હતો. ચાંદી પણ રૂ. ૧૫૦૦ ઉછળી રૂ. ૯૭, ૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર ક્વોટ થઈ હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં વધારો થતાં રૂપિયો તૂટ્યો છે. જે રૂપિયો ઓપનિંગ સેશનમાં ડોલર સામે ૩૧ પૈસા તૂટી ૮૪.૬૬ થયો હતો. રૂપિયો ડોલર સામે ૮૪.૩૫ પર બંધ રહ્યો હતો. જે બપોરે ૪૪ પૈસા તૂટી ૮૪.૭૯ પર ટ્રેડ થઈ રહ્યો હતો.