Last Updated on by Sampurna Samachar
ભારતને F -૩૫ ફાઈટર જેટ ખરીદવાની ઓફર મળી
અનેક પ્રકારના ઓપરેશનને પાર પાડી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાએ ભારતને ફિફ્થ જનરેશન અત્યાધુનિક SU -૫૭ E ફાઈટર જેટનું એક્સપોર્ટ વેરિયન્ટ ખરીદવાની ઓફર આપી છે. જેટ એટલું ખતરનાક છે કે, જો ભારત-રશિયા વચ્ચે ડીલ થઈ જશે તો પાકિસ્તાન જ નહીં ચીન પર ટેન્શનમાં આવી જશે. ભારત પાસે ફિફ્થ જનરેશનના કોઈપણ ફાઈટર પ્લેન નથી, ભારત હજુ તેના પર કામ કરી રહ્યું છે, જ્યારે રશિયા અને અમેરિકા ખૂબ જ એડવાન્સ જેટ વિકસાવી દીધા છે અને ભારતને ઓફર કરી રહ્યા છે.
અગાઉ અમેરિકાએ પણ ભારતને F -૩૫ ફાઈટર જેટ ખરીદવાની ઓફર કરી હતી. SU – 57E માં ભારતના સુપર-૩૦ જેટ માટે આયોજિત મુખ્ય ટેકનોલોજીઓનો સમાવેશ કરાશે. તેમાં જેન આધારિત AESA અને ભારત દ્વારા વિકસાવાયેલ મિશન કોમ્પ્યુટર સામેલ છે.
રશિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું હથિયાર
સ્ટીલ્થ ફાઈટર જેટ SU – 57E ની સ્પીડ ૨૭૭૮ કિમી પ્રતિકલાક છે. આ ઉપરાંત SU – 57E માં ૧૨ હાર્ડપોઇન્ટ છે. તે વિવિધ ટૂંકા, મધ્યમ અને લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને ગાઈડેડ એરિયલ બોમ્બ લઈ જઈ શકે છે. SU – 57E માં ફીટ કરાયેલ R – 37 M મિસાઇલ રશિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું હથિયાર છે.
રશિયાએ યુક્રેન યુદ્ધમાં આ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. SU – 57E ની સ્ટીલ્થ સિસ્ટમ સ્પીડ ઘટાડ્યા વિના અને મનુવરેબિલિટીને નુકસાન પહોંચાડ્યા વીને કામ કરે છે. રશિયન ફાઇટર જેટ એક મલ્ટી-રોલ ફાઈટર જેટ છે. તે અનેક પ્રકારના ઓપરેશનને પાર પાડી શકે છે. SU – 57E ની કોમ્બેટ રેન્જ ૧૨૫૦ કિલોમીટર છે. તે મહત્તમ ૬૬ હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. સ્ટીલ્થ ફાઈટર જેટ SU – 57E સુપરસોનિક છે. આ ફાઇટર જેટની લંબાઈ ૬૫.૧૧ ફૂટ, વિંગસ્પેન ૪૬.૩ ફૂટ અને ઊંચાઈ ૧૫.૧ ફૂટ છે. સુપરસોનિક રેન્જ ૧૫૦૦ કિમી છે.