Last Updated on by Sampurna Samachar
પત્નીએ કંઈક એવું કર્યું, જેનાથી પતિના પણ હોશ ઉડી ગયા
પોલીસે ભારે મહેનત બાદ મહિલાને રેલવે ટ્રેક પરથી હટાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પતિ અને પત્ની વચ્ચે હંમેશા નાના-મોટા ઝઘડા ક્યારેક એટલુ મોટુ સ્વરૂપ લઇ લે છે તે કોઇ દિવસ માણસનો જીવ લઇ લે છે. ત્યારે આવો કિસ્સો મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી સામે આવ્યો છે. અહીં એક પતિ અને પત્ની વચ્ચે લડાઈ રેલવે ટ્રેક સુધી પહોંચી ગઈ.
હકીકતમાં જોઈએ તો, પતિએ પોતાની પત્નીને તેના ભાઈ અને ભાભી સામે ગુસ્સે કર્યો. પત્નીને આ વાત સહન થઈ નહીં. બીજા દિવસે પત્નીએ પતિને આ હરકત માટે ટોક્યો. સમજાવ્યો કે આવું વર્તન ઠીક નથી, જોકે વાત સમજવાની જગ્યાએ પતિ ફરીથી ગુસ્સે થઈ ગયો. તેણે ફરી વાર પત્ની પર ગુસ્સો કર્યો, જેમ તેમ બોલવા લાગ્યો. પછી પત્નીએ કંઈક એવું કર્યું, જેનાથી પતિના પણ હોશ ઉડી ગયા.
પતિએ કરેલી બેઇજ્જતી પત્નીથી સહન નહીં થાય
પત્નીએ પતિને સમજાવવાની કોશિશ કરી, તેણે જણાવ્યું કે આવી રીતે કોઈની સામે ઉતારી પાડવા ઠીક નથી. જોકે પતિ વાતને સમજવાની જગ્યાએ વધારે ભડકી ગયો. પછી તેણે પત્ની સાથે ઝઘડો કર્યો. એટલું જ નહીં, પતિએ ઘરમાં ભારે તોડફોડ કરી. પતિએ ભાઈ અને ભાભી સામે ઉતારી પાડી, તેમની સતત બેઈજ્જતી કરી, પત્ની તે સહન કરી શકી નહીં.
પતિની આ હરકતથી નારાજ થઈને પત્ની પોતાના ૯ વર્ષના દીકરાને લઈને ઘરેથી નીકળી ગઈ. પછી સીધા જીવ આપવા માટે રેલવે ટ્રેક પર પહોંચી ગઈ. ત્યાંથી પસાર થઈ રહેલા અમુક રાહદારીઓની નજર મહિલા પર પડી તો તેમના હોશ ઉડી ગયા. મહિલા બાળક સાથે ટ્રેક પર બેઠી હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરી. મહિલા ટ્રેક પર બેઠેલી હોવાની જાણકારી મળતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી. પછી મહિલાને ખૂબ સમજાવવાની કોશિશ કરી.
ભારે મહેનત બાદ મહિલાને રેલવે ટ્રેક પરથી હટાવી. પોલીસ તેને ચોકીએ લઈ ગઈ. બાદમાં મહિલાને તેના પતિ સાથે રવાના કરી દીધી. આ ચોંકાવનારો કિસ્સો શહેરના ગોલા મંદિર વિસ્તારના નારાયણ વિહાર કોલોનીનો છે. જાણકારી અનુસાર, પત્નીનું પિયર બિહારમાં છે. પતિ ગ્વાલિયરનો રહેવાસી છે. મહિલાના ભાઈ અને ભાભી તેને મળવા આવ્યા હતા. પછી બધાએ ફરવાનો પ્લાન બનાવ્યો હતો. અહીંથી પતિ-પત્ની વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.