Last Updated on by Sampurna Samachar
ખેડાની ચિખલોડ બેઠક પર તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા
ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ એકસાથે પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડા જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જે રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર બની છે. ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ એકસાથે પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે.

ચિખલોડ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મુખ્ય પક્ષો અને અપક્ષ સહિતનાતમામ ૪ ઉમેદવારોએ પોતાના પત્રો પાછા ખેંચ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર ભાવનાબેન મનોહરભાઈ પરમાર, કોંગ્રેસના સોનલબેન સુરેશભાઈ પરમાર તેમજ બે અપક્ષ ઉમેદવારો ઇલાબેન શર્મા અને વિજયભાઈ શર્માનો સમાવેશ થાય છે.
ગ્રામજનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા
ગુજરાતમાં સંભવત: આ પ્રથમ ઘટના છે જ્યાં કોઈ એક બેઠક પરથી તમામ પક્ષો અનેઅપક્ષોએ સામૂહિક રીતે ફોર્મ પરત ખેંચ્યા હોય.આ આકરા ર્નિણય પાછળ સીમાંકનનો વિવાદ મુખ્ય જવાબદારછે. ચિખલોડ ગામને અગાઉના કપડવંજ તાલુકામાંથી હટાવીને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાંઆવ્યો હતો, જેનો ગ્રામજનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે.
ગ્રામજનોની માંગ છે કે ચિખલોડને કપડવંજતાલુકામાં જ યથાવત રાખવામાં આવે. આ મામલે અગાઉ ગ્રામજનોએ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. હવેચૂંટણીના બહિષ્કારના ભાગરૂપે તમામ ઉમેદવારોએ મેદાન છોડી દઈને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યોછે.