Last Updated on by Sampurna Samachar
પીડિત પરિવારને શક્ય મદદ કરશે તેમ ભારતીય હાઈ કમિશને કહ્યુ
આરોપી ઘણી વાર યુવક અને તેની પત્નીને કરતા હતો હેરાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફરી એકવાર વિદેશમાં ગુજરાતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં કેનેડામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ઓટ્ટાવા નજીકના રોકલેન્ડ વિસ્તારમાં એક ગુજરાતી (GUJARATI) યુવકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એક વિદેશી યુવકની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે એક નિવેદન બહાર પાડીને આ ઘટના પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું, જેમાં પીડિતાના પરિવારને સમર્થન આપ્યું હતું.
મળતી માહિતી અનુસાર કેનેડાની રાજધાની ઓટ્ટાવા નજીક સ્થિત રોકલેન્ડ ટાઉનમાં ધર્મેશ કથીરિયા નામની ગુજરાતી યુવકની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી. ગુજરાતના ભાવનગરમાં રહેતા ૨૭ વર્ષીય ધર્મેશ કથીરેયાની ઘરની બહાર નીકળતી વખતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે ધર્મેશની પત્ની ઘરે જ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પીડિતા અને તેની પત્નીને ઘણા સમયથી હેરાન કરી રહ્યો હતો.
OPP એ હુમલાખોરને કસ્ટડીમાં લીધો
હુમલાખોર ૬૦ વર્ષનો વિદેશી શખ્સ હોવાનું કહેવાય છે. આરોપ છે કે તે અગાઉ પણ ધર્મેશ અને તેની પત્ની પર ભારત વિરોધી અને જાતિવાદી ટિપ્પણી કરતો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તે જ વ્યક્તિએ અચાનક હુમલો કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધર્મેશની પત્નીની ચીસો સાંભળી શકાય છે. બંનેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા અને નવા જીવનની શોધમાં કેનેડા આવ્યા હતા.
ધર્મેશ રોકલેન્ડના લોકપ્રિય મિલાનો પિઝામાં મેનેજર તરીકે કામ કરતો હતો. શોકમાં આ ઘટનાને પગલે રેસ્ટોરન્ટે કામચલાઉ ધોરણે કામગીરી બંધ કરી દેવાયું છે. ત્યાંના એક કર્મચારીએ પોસ્ટમાં લખ્યું, “અમે માત્ર એક મેનેજર જ નહીં, પરંતુ એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે.” ભારતીય હાઈ કમિશને આ ઘટના પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને પીડિત પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છે.
ઑન્ટેરિયો પ્રાંતીય પોલીસ (OPP ) એ હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે, પરંતુ તેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ આ કેસની સંભવિત વંશીય અપરાધ તરીકે ગંભીરતાથી તપાસ કરી રહી છે. મૂળ સુરતનો ધર્મેશ કથીરિયા ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે કેનેડા આવ્યો હતો અને વર્ક પરમિટ પર હતો. કેનેડાની રાજધાની ઓટ્ટાવા નજીક એક ટાઉનશીપમાં ધર્મેશ કથીરિયાની હત્યા કરવામાં આવી છે, આ હત્યા પાછળ જાતિવાદ પ્રેરિત હોઈ શકે છે. ઘટના બાદ કથિત હુમલાખોરને પોલીસે કસ્ટડીમાં લીધો હતો, પરંતુ તેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.