Last Updated on by Sampurna Samachar
વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી નિધન
દર્શનના પ્રથમ દિવસે જ બનેલી આ ઘટનાથી અન્ય યાત્રિકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૨ એપ્રિલના રોજ વહેલી સવારે ૮ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના દ્વાર ભક્તો માટેખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓ બાબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેમાં ગુજરાતના શ્રદ્ધાળુઓપણ મોટી સંખ્યામાં સામેલ હતા. આ દરમિયાન વડોદરાના એક ટૂર ઓપરેટરના પિતા દિલીપભાઈ માળીનુંકેદારનાથ ધામમાં હાર્ટ એટેક આવવાને કારણે કરૂણ મોત નીપજ્યું છે. દર્શનના પ્રથમ દિવસે જ બનેલી આઘટનાથી અન્ય યાત્રિકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આ ઘટના બાદ મૃતક દિલીપભાઈના પુત્ર અને ટૂર ઓપરેટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યોછે. આ વીડિયોમાં તેઓ અત્યંત વ્યથિત જણાઈ રહ્યા છે અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યાછે. તેમનું કહેવું છે કે, તેમણે સ્થાનિક તંત્ર પાસે મદદ માંગી, પરંતુ સમયસર કોઈ સહાય ન મળી.કેદારનાથ જેવી ઊંચાઈવાળી જગ્યાએ ઓક્સિજનની કમી અને ઠંડીને કારણે હૃદયરોગના હુમલાનું જાેખમ રહેતું હોય છે. હાલમાં આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.