Last Updated on by Sampurna Samachar
૨૨ અને ૨૩ એપ્રિલે અંબાજી ગબ્બરના દર્શન રહેશે બંધ
વિશેષ ટીમ દ્વારા ગબ્બર પરથી મધપૂડા ઉતારવાની અને મધમાખીઓને દૂર કરવાની કામગીરી હાથ ધરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા શ્રી આરાસુરી અંબાજી માતાદેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. આગામી ૨૨ એપ્રિલ અને ૨૩ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપ–વે સેવા સંપૂર્ણપણે બંધરહેશે.

ઉનાળાની આકરી ગરમીમાં ગબ્બર પર્વતના પથ્થરો અને રોપ–વે ટાવર આસપાસ બનેલા મોટામધપૂડાઓમાંથી મધમાખીઓ ઉડવાની અને યાત્રાળુઓ પર હુમલો કરવાની ભીતિ રહે છે. ભૂતકાળમાં પણગરમીના કારણે મધમાખીઓ ઉડવાના બનાવો બન્યા છે.
રોપ–વે સેવા યાત્રિકો માટે ફરીથી રાબેતા મુજબ શરૂ
આથી, દર્શનાર્થીઓના જીવને કોઈ જોખમ ન રહે તેહેતુથી આ બે દિવસ દરમિયાન વિશેષ ટીમ દ્વારા ગબ્બર પરથી મધપૂડા ઉતારવાની અને મધમાખીઓને દૂરકરવાની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવશે.
મધપૂડા હટાવવાની આ કામગીરી દરમિયાન યાત્રિકોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે ગબ્બર પર્વત તરફ જતોમાર્ગ સજ્જડ બંધ રાખવામાં આવશે. જો કે, શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર એ છે કે અંબાજીના મુખ્ય શિખરબંધ મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ જ રહેશે, માત્ર ગબ્બર પર્વત પર જ આ પ્રતિબંધ લાગુ પડશે.
વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ બે દિવસોમાં ગબ્બર દર્શનનું આયોજનટાળીને વ્યવસ્થામાં સહકાર આપે. આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, ૨૪ એપ્રિલ (શુક્રવાર) થીગબ્બર પર્વત પર દર્શન અને રોપ–વે સેવા યાત્રિકો માટે ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.