Last Updated on by Sampurna Samachar
ગોમતીપુરમાં ૪૭ વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો
ગોમતીપુર પોલીસે આ મામલે હુમલાનો ગુનો નોંધી ફરાર આરોપી આકાશ મકવાણાને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વિદેશી ચલણ બદલાવવાના મામલે થયેલા વિવાદમાં ૪૭ વર્ષીય વ્યક્તિપર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળહાથ ધરી છે.

ગોમતીપુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ૧૩ એપ્રિલની રાત્રે બની હતી. રાજપુર વિસ્તારમાં રહેતાભરતભાઈ જીવણભાઈ પર આકાશ મકવાણા નામના શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ગોમતીપુરપોલીસે આ મામલે હુમલાનો ગુનો નોંધી ફરાર આરોપી આકાશ મકવાણાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
હુમલાખોર આકાશ ત્યાંથી નાસી છૂટ્યો
ફરિયાદી ભરતભાઈએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી ચલણ બદલાવવા બાબતે આકાશ તેમનીપર સતત દબાણ કરી રહ્યો હતો. સોમવારે રાત્રે આશરે ૯ વાગ્યે જ્યારે ભરતભાઈ આકાશના કાકાને મળવાગયા હતા, ત્યારે આકાશે તેમને ફરી આ મુદ્દે આંતર્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ, આકાશે ભરતભાઈ સાથેગાળાગાળી કરી હતી અને પૂછ્યું હતું કે તેઓ કરન્સી એક્સચેન્જ બાબતે જવાબ કેમ નથી આપતા.
જ્યારેભરતભાઈએ તેમને શાંત રહેવા કહ્યું, ત્યારે ઉશ્કેરાયેલા આકાશે ઘરમાંથી તીક્ષ્ણ હથિયાર લાવી હુમલો કર્યોહતો. આરોપીએ ગંભીર ઈજા પહોંચાડવાના ઈરાદે હુમલો કર્યો હતો, અમે તેને શોધવા માટે પ્રયત્નો કરી રહ્યાછીએ.બચવા માટે ખસી જતી વખતે ભરતભાઈને શરીરના ડાબા ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવતા હુમલાખોર આકાશ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
ઈજાગ્રસ્ત ભરતભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલતેમની હાલત સ્થિર છે અને તેઓ ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું છે.