Last Updated on by Sampurna Samachar
બ્લેઝ મેટ્રેવેલી સર રિચાર્ડ મૂરનું સ્થાન લેશે
ટેક્નોલોજી અને ઈનોવેશનની જવાબદારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રિટનમાં ૧૧૬ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને તેની સિક્રેટ એજન્સી SIS (સિક્રેટ ઈન્ટેલિજન્સ સર્વિસ) ના નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે. બ્લેઝ મેટ્રેવેલી આ વર્ષના અંત સુધીમાં સર રિચાર્ડ મૂરનું સ્થાન લેશે. તે SIS ના ૧૮માં હેડ બનશે. ૧૯૯૯માં તે આ એજન્સીમાં જોડાયા હતાં.
બ્લેઝ મેટ્રેવેલી હાલ MI6 માં ટેક્નોલોજી અને ઈનોવેશનની જવાબદારી સંભાળી રહી છે. આ ઐતિહાસિક નિમણૂક બ્રિટનની આંતરરાષ્ટ્રીય સિક્રેટ એજન્સીની સેવાઓ માટે વધુ મહત્ત્વપૂર્ણ છે. જેનું કામ વિદેશી ધરતી પર ગુપ્ત માહિતી એકત્ર કરી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. તેના મુખ્ય કાર્યો આતંકવાદ અટકાવવો, દુશ્મન દેશોની ગતિવિધિઓ પર રોક મૂકવી, સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવી સામેલ છે. તેને સામાન્ય રીતે ‘C‘ તરીકે ઓળખવામાં આવે છે.
અગાઉ ડિરેક્ટર પદ પર ભૂમિકા ભજવી
‘C‘ વિદેશ સચિવને રિપોર્ટ સોંપે છે. તે જોઈન્ટ ઈન્ટેલિજન્સ કમિટીનો હિસ્સો છે. જેમાં અન્ય વિભાગોના હેડ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સામેલ છે. આ કમિટી સિક્રેટ રિપોર્ટ તૈયાર કરવા ઉપરાંત સ્થિતિઓનું વિશ્લેષણ કરે છે. અને વડાપ્રધાનને સલાહ આપે છે. બ્લેઝ મેટ્રેવેલીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલોજીનો અભ્યાસ કર્યો છે. તેમણે પોતાની કારકિર્દીનો મોટાભાગનો સમય મધ્ય-પૂર્વ અને યુરોપમાં સેવા આપવામાં પસાર કર્યો છે.
તે પહેલાં ડિરેક્ટર પદ પર ભૂમિકા ભજવી હતી. પોતાના નોંધનીય કારકિર્દીને ધ્યાનમાં લેતાં ૨૦૨૪માં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં. હાલ મેટ્રેવેલી જે એજન્સીનું નેતૃત્વ કરશે, તે અભૂતપૂર્વ અને જટિલ પડકારોનો સામનો કરી રહી છે.
જિઓ-પોલિટિકલ દ્રષ્ટિકોણથી રશિયા, ચીન, ઈરાન અને ઉત્તર કોરિયા જેવા દેશોમાંથી નડી રહેલા પડકારો પણ છે. ચારેય દેશોમાં વધતો સહયોગ યુકે સહિત પશ્ચિમી દેશોના હિત માટે પડકારરૂપ બન્યા છે. જિઓ-પોલિટિકલ જોખમ, ટેક્નિકલ જાસૂસી, સાયબર વૉર, અને એઆઈ સંબંધિત પડકારો પણ વધી રહ્યા છે. જેનો સામનો MI6 એ કરવાનો રહેશે.