Last Updated on by Sampurna Samachar
વિરમગામના વડગાસ ગામે સગાઈ કરવા બાબતે બબાલ
હુમલા પાછળ જૂની અદાવત કે તાત્કાલિક ઉશ્કેરાટ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વડગાસ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એકયુવકનું સગપણ કરાવવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આવિવાદ એટલો વકર્યો કે, એક પક્ષે બીજા પક્ષના પરિવાર પર હિંસક હુમલો કરી દીધો હતો.

આ ઘટનાને પગલેગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.હુમલાખોરો પૂરેપૂરા આયોજન સાથે તૂટી પડ્યા હોય તેમ લાકડીઓ, લોખંડની પાઈપો અને ધોકા જેવા ઘાતક હથિયારો લઈને આવ્યા હતા. હુમલાખોરોએ પરિવારના સભ્યોને બેફામ માર મારતા લોહીલુહાણ કરી દીધા હતા.
સભ્યોને બેફામ માર મારતા લોહીલુહાણ કરી દીધા
આ હિંસક અથડામણમાં પરિવારના કુલ પાંચ સભ્યોને ગંભીરઈજાઓ પહોંચી છે. હુમલા પાછળ જૂની અદાવત કે તાત્કાલિક ઉશ્કેરાટ જવાબદાર છે તે દિશામાં પોલીસેતપાસ હાથ ધરી છે.ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાંપાંચેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હાલ હોસ્પિટલમાંઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, જે પૈકી અમુકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. વિરમગામપોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.