Last Updated on by Sampurna Samachar
મધુર સિવાય વાત નહીં ના નારા સાથે બારીયા ગામે ધારાસભ્ય બલરાજસિંહનો કાફલો રોક્યો
અનેક રજૂઆતો છતાં આ પ્રશ્નનો ઉકેલ ન આવતા પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે નેતાઓ માટે જનતા વચ્ચે જવું કપરા ચઢાણસાબિત થઈ રહ્યું છે.ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારીયા ગામે ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને સ્થાનિક પશુપાલકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો.

ડેરી વિવાદને લઈને ગ્રામજનોએધારાસભ્યના કાફલાને ગામમાં પ્રવેશતા અટકાવી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. દહેગામ તાલુકાના પશુપાલકોનો વર્ષો જૂનો પ્રશ્ન ‘દૂધ ઉત્પાદક સંઘ‘ની પસંદગીનો છે. હાલમાં દહેગામના પશુપાલકોનું દૂધ અમદાવાદની ‘ઉત્તમ ડેરી‘ માં લેવામાં આવે છે.
ચૂંટણી પ્રચાર સ્વીકારવામાં આવશે નહીં
ભૌગોલિક અનુકૂળતા અને અન્યલાભોને ધ્યાને રાખીને પશુપાલકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમનું દૂધ ગાંધીનગર જિલ્લાની પોતાની ‘મધુર ડેરી‘ માં સ્વીકારવામાં આવે. અનેક રજૂઆતો છતાં આ પ્રશ્નનો ઉકેલ ન આવતા પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ચૂંટણી પ્રચાર માટે ભાજપના કાફલાને ગામના પાદરે જોતા જ પશુપાલકો એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ “વાદ નહીં વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં” ના નારા લગાવી આખું ગામ ગજવી મૂક્યું હતું. પશુપાલકોએઆક્રમક વલણ અપનાવી સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ડેરીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ચૂંટણી પ્રચાર સ્વીકારવામાં આવશે નહીં.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે જ ગ્રામજનોએ બતાવેલી આ મક્કમતા સત્તાધારી પક્ષ માટે ચિંતાનોવિષય બની છે. જો સમયસર પશુપાલકોની આ માંગણી પર કોઈ નક્કર ર્નિણય લેવામાં નહીં આવે, તોઆગામી મતદાનમાં આ રોષ ભાજપને ભારે પડી શકે તેમ છે. હાલમાં આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યા છે અને દહેગામના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે.