Last Updated on by Sampurna Samachar
કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી
પાકિસ્તાન હવામાન વિભાગે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાંચી શહેરમાં રાત્રે હળવા તીવ્રતાના ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. એક અધિકારીએ ભૂકંપની માહિતી આપવાની સાથે કહ્યું કે, ભૂકંપને કારણે હજુ સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.
વાત કરીએ તો પહેલો ભૂકંપ કરાંચીના ગદપ શહેર નજીક આવ્યો હતો, જેની તીવ્રતા ૩.૨ હતી. બીજો ભૂકંપ પણ મોડી રાત્રે આ જ વિસ્તારમાં અનુભવાયો હતો, જેની તીવ્રતા ૩.૬ નોંધાઈ હતી. ત્રીજો ભૂકંપ કરાચીના ગીચ વસ્તીવાળા કાયદાબાદ વિસ્તારમાં આવ્યો હતો, જેની તીવ્રતા ૩.૨ નોંધાઈ હતી.
“ટેકટોનિક પ્લેટો” ના અથડામણને કારણે ભૂકંપ
પાકિસ્તાન હવામાન વિભાગ (PMD) એ જણાવ્યું કે, રાત્રે ૧:૦૫ વાગ્યે કરાંચીના ગદપ શહેર નજીક ૩.૨ ની તીવ્રતાના ભૂકંપનો પહેલો આંચકો આવ્યો હતો. પાકિસ્તાન (PAKISTHAN) હવામાન વિભાગના અધિકારી સરફરાઝ ખાને કહ્યું કે, મોડી રાત્રે આ જ વિસ્તારમાં ૩.૬ ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ત્રીજો આંચકો કરાચીના ગીચ વસ્તીવાળા કાયદાબાદ વિસ્તારમાં ૩.૨ ની તીવ્રતાનો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આવી ઓછી તીવ્રતાની ભૂકંપીય પ્રવૃત્તિ “ટેકટોનિક પ્લેટો”ના અથડામણને કારણે થઈ હતી.