Last Updated on by Sampurna Samachar
ST બસની કોઈ પણ સમસ્યા હવે એક ક્લિકમાં હલ થશે
બસમાં તમને કોઈ સમસ્યા જણાય તો તે અંગે પણ તમે ફરિયાદ કરી શકો છે જેનો હલ તુરંત જ તમને મળી રહેશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
STની બસોમાં મુસાફરી દરમિયાન કોઈ સેવા સંબંધિત સમસ્યા આવે છે? તો મૂંઝાશો નહીં, કારણ કે મુસાફરોને કોઈ તકલીફ ન પડે અને સરળતાથી તેમને જરૂરી તમામ સુવિધા મળી રહે તે માટે ST તમામ બસોમાં મુસાફરોની સીટ આગળ એક ઊઇ કોડ સેટ કરાવ્યા છે.

જેને સ્કેન કરીને તમે બસમાં કંઈ અયોગ્ય લાગે, સાફસફાઈનો પ્રશ્ન હોય અથવા તો કંઈપણ સમસ્યા આવતી તો અંગે તે ફરિયાદ કે ફીડબેક આપી શકો છો. ગુજરાત રાજ્યમાર્ગ વાહન વ્યવહાર નિગમએ તમામ ST બસોમાં મુસાફરોની સુવિધાને વધુ ઉત્તમ બનાવવા અને સેવા કાર્યક્ષમતામાં સુધારો લાવવા માટે આ ઊઇ કોડ સેટ કરાવ્યા છે. જેને નામ આપાયું છે.
૫માંથી ૪.૫નું મજબૂત સેટિસ્ફેક્શન રેટિંગ
GSRTC એ AC અને VOLVO જેવી પ્રીમિયમ બસોમાં દરેક બેઠક પાછળ તેમજ દરેક બસમાં ઓછામાં ઓછોએક ઊઇ કોડ મૂક્યો છે. મુસાફરો આ કોડ સ્કેન કરીને પોતાનું નામ, ઈમેલ, મોબાઈલ નંબર અથવા ટિકિટ નંબર જેવી માહિતી દાખલ કરી તેમનો પ્રતિભાવ આપી શકે છે.
મુસાફરો બસની સ્વચ્છતા, બેઠકસુવિધા, સમયપાલન, સ્ટાફ વર્તન, સલામતી અને તેમના સરેરાશ અનુભવ જેવા મુદ્દાઓ પર રેટિંગ આપી શકેછે. મુસાફરો ફરિયાદ સંબંધિત ફોટા પણ અપલોડ કરી શકે છે. ફીડબેક સબમિટ થતા જ તે સંબંધિત અધિકારીને પહોંચે છે અને તાત્કાલિક સંબંધિત અધિકારીઓ તેના પર કાર્યવાહી કરે છે.
નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઊઇ કોડ સિસ્ટમ મારફતે તાજેતરમાં છઝ્ર અને ર્ફઙ્મર્દૃ બસોમાંમુસાફરી કરતા મુસાફરોએ દુર્ગંધ સંબંધિત કેટલીક ફરિયાદો આ સિસ્ટમ દ્વારા મળી હતી. નિગમનાઅધિકારીઓએ તાત્કાલિક આ ફીડબેકના આધારે પગલાં લીધાં અને રાજ્યભરની તમામ AC અને VOLVO બસોમાં એર ફ્રેશનર લગાવ્યાં અને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેથી તંત્રનો આ તમામ બસોમાં ઊઇ કોડનો ઉપાય સાચો સાબિત થઈ રહ્યો છે.
‘પેસેન્જર ફીડબેક રેટિંગ પરફોર્મન્સ’ના વિશ્લેષણ અહેવાલ મુજબ, માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં ૩૭૨મુસાફરોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, જ્યારે શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૧,૭૦૨ મુસાફરોએ તેમનાપ્રતિભાવ આપ્યા હતા અને આ પ્રતિભાવ દ્વારા ૫માંથી ૪.૫નું મજબૂત સેટિસ્ફેક્શન રેટિંગ મળ્યું છે.
જ્યારે બસમાં સલામતીને સૌથી વધુ ૪.૭નું રેટિંગ મળ્યું છે. ત્યારબાદ સ્ટાફના વર્તનને ૪.૬ અને સ્વચ્છતાને૪.૫નું રેટિંગ મળ્યું છે. તો મોટા ભાગના મુસાફરોએ GSRTC સેવાઓને ૫–સ્ટાર રેટિંગ આપ્યું છે, જેમાં ખાસકરીને સ્ટાફના વર્તનને વધુ પ્રશંસા મળી છે. જે મુસાફરોનો મોટા ભાગે સકારાત્મક અનુભવ દર્શાવે છે.
આ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “અમે જાહેર પરિવહન તંત્રમાં સુધારા માટે વિવિધ પહેલોહાથ ધરી છે. પેસેન્જર ફીડબેક રેટિંગ સિસ્ટમને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને આ ફીડબેકના આધારે ત્વરિતકાર્યવાહી કરવામાં આવે છે. પરિણામે ય્જીઇ્ઝ્રના પરફોર્મન્સ રેટિંગ ખૂબ જ સકારાત્મક છે. પેસેન્જર ફીડબેકરેટિંગ સિસ્ટમમાં મુસાફરોના જે પ્રતિભાવો મળી રહ્યા છે તેને ધ્યાનમાં લઈ તાત્કાલિક તેમાં સુધારો કરી રહ્યાછીએ.”
વધુમાં તેઓએ ઉમેર્યું કે, “આ પ્રતિભાવોને કારણે અમને ખ્યાલ આવી રહ્યો છે કે, કઈ સેવાઓમાં સુધારાની જરૂર છે. આ પ્રતિભાવોએ પ્રસ્થાપિત કર્યું છે કે, એસ.ટી બસમાં લોકોનો વિશ્વાસ અકબંધ છે અને મુસાફરોની ૪.૫ની સરેરાશ રેટિંગમાં તે પ્રતિબિંબિત થાય છે. છેલ્લા એક વર્ષમાં બસોમાં દૈનિક મુસાફરોની સંખ્યા૨૫ લાખથી વધીને ૨૭ લાખ થઈ છે. ત્યારે આગામી મહિનાઓમાં ૩૦ લાખ મુસાફરો સુધી પહોંચવાનું અમારુંલક્ષ્ય છે. જાહેર પરિવહન અમારી પ્રથમ પ્રાથમિકતા છે.”
મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રોજ ૮૦૦૦થી વધુ બસો ચલાવવામાંઆવે છે અને સરેરાશ ૨૭ લાખ લોકો દરરોજ તેમાં પ્રવાસ કરે છે. જેથી આ મુસાફરોની સુવિધા માટે હવેઆગામી સમયમાં ST નિગમ દ્વારા રાજ્યભરના તમામ બસ ડેપો પર વિશેષ ‘સ્વચ્છતા’ માટે ઊઇ કોડલગાવવામાં આવશે.
આ ઊઇ કોડ સ્કેન કરી મુસાફર જે તે બસ ડેપોની સ્વચ્છતા વિશે પ્રતિભાવ આવી શકશે. આ નવી સિસ્ટમમાં ઊઇ કોડ દરેક બસ ડેપો માટે અલગ બનાવવામાં આવશે. જે માટે નિગમ દ્વારા આવા૪૦૦થી વધુ વિશેષ ઊઇ કોડ બનાવવામાં આવી રહ્યા છે.