Last Updated on by Sampurna Samachar
ન્હાવાનો સાબુ ખાઈ ગયો ૨૦ વર્ષનો છોકરો, જોતજોતામાં હાલત ખરાબ થઈ
સાબુ ખાધા બાદ અથર્વની હાલત ઝડપથી ખરાબ થવા લાગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈમાં બિરયાની બાદ તરબૂચ ખાવાથી મોતના મામલામાં હજુ સાચું કારણ સામે નથી આવ્યું ત્યાં મહારાષ્ટ્રનાજ નાસિકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ૨૦ વર્ષિય યુવકનું ન્હાવાના સાબુને ખાઈ જવાથી મોત થઈ ગયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી છે.

મૃતકની ઓળખ અથર્વ દ્વિવેદી તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ અનુસાર, સાબુ ખાધા બાદ તેની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને સારવાર દરમ્યાન તેનું મોત થઈ ગયું.
હજુ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી
સાબુ ખાધા બાદ અથર્વની હાલત ઝડપથી ખરાબ થવા લાગી. જ્યારે પરિવારને તેની જાણકારી મળી તો તેઓતરત નજીકના દવાખાને લઈ ગયા. ડોક્ટરે તેને બચાવવાની પૂરી કોશિશ કરી, પણ તપાસ બાદ તેને મૃત ઘોષિતકરી દીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર, અથર્વ એક સ્પેશિયલ ચાઈલ્ડ હતો.
આશંકા છે કે તેણે ખાવા–પીવાનીવસ્તુ સમજીને સાબુ ખાઈ લીધો, કેમ કે તેને હજુ ખાવા–પીવાની વસ્તુની બરાબર સમજ નહોતી. જો કે તેણેઆવું કેમ કર્યું, તેને લઈને હજુ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
આ ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી દીધી છે. નાસિકના ઇન્દિરા નગર પોલીસમાં આકસ્મિકમૃત્યુનો મામલો નોંધી લીધો છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને આ મામલે દરેક એંગલથીતપાસ થઈ રહી છે.
આ દરમ્યાન મુંબઈના પાયધુની વિસ્તારમાં હાલમાં જ એક પરિવારના ચાર લોકોના મોતના મામલામાં પણ નવોખુલાસો થયો છે. પહેલા એવી આશંકા હતી કે બિરયાની અથવા તરબૂચ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ હશે, પણ હવે જાણકારી આવી રહી છે કે પરિવારના સભ્યોએ પેનકિલર દવાઓ પણ લીધી હતી. પોલીસે આમામલાની ગંભીરતાથી તપાસ કરી છે, જેથી મોતનું અસલી કારણ સુધી પહોંચી શકાય.