Last Updated on by Sampurna Samachar
ધંધુકામાં પોલીસે રિઝવાન અને સમીરનું કાઢ્યુ સરઘસ
બંને આરોપી રિઝવાન અને સમીર છૂટક મજૂરીકામ કરે છે : પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ધંધુકામાં શનિવારે બપોરના સમયે બાઈક ઓવરટેક કરવા બાબતે કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમા જે યુવકે બાઈક ઓવરટેક કરી હતી તે ધર્મેશની સાથે કેટલાક મુસ્લિમ યુવકોએ મારામારી કરી હતી. જેમા આરોપી રિઝવાને ધર્મેશને છરી મારતા તેનુ મોત નીપજ્યુ હતુ. હાલ પોલીસે રિઝવાન મણિયાર અને સમીર એમદાનીની ધરપકડ કરી છે. આ

આરોપી સમીરને મૃતક ધર્મેશ સાથે ઝઘડો થયો હતો. આ જ બોલાચાલી દરમિયાન રિઝવાને ધર્મેશને છરી મારી હતી. બંને આરોપી રિઝવાન અને સમીર છૂટક મજૂરીકામ કરે છે. પોલીસે બંને આરોપીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરશે. હાલ ધંધુકામાં હિંદુ યુવકની આ હત્યાના કેસમાં SIT રચના કરવામાં આવી છે. ૪ સભ્યોની SIT દર અઠવાડિયે આપશે રિપોર્ટ સબમિટ કરશે. DySP પ્રકાશ પ્રજાપતિ અને રઘુ કરમઠીયાનો સમાવેશ કરાયો છે.
વાહનોમાં તોડફોડ કરી આગચંપી કરી
PSI કરણ વિહોલ અને એસ.એચ ઝાલાનો સમાવેશ કરાયો છે. કેસ ચાલે ત્યાં સુધી SIT ટીમ તપાસમાં જાેડાયેલી રહેશે.હિંદુ યુવકની હત્યા બાદ હાલ ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યુવકની હત્યા બાદ આક્રોશિત ટોળાએ દુકાનોમાં અને વાહનોમાં તોડફોડ કરી આગચંપી કરી હતી.
જે મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ તોડફોડ મામલે ખુદ સબ ઇન્સ્પેક્ટર હર્ષરાજસિંહ ઝાલા ફરિયાદી બન્યા છે. મહત્વનું છે કે ધર્મેશ ગમારાની છરીના ઘા મારી હત્યા કરાયા બાદ ટોળું બેકાબૂ બન્યું હતું. ટોળાએ લાકડા અને ઘાતક હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ કરી હતી અને દુકાનો, ગેરેજ, હોટલ, લારીઓ અને વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.