Last Updated on by Sampurna Samachar
આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધંધુકાના ખાટકી વાડ વિસ્તારમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં યુવકની હત્યાના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે(૨૧મી એપ્રિલ) વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધંધુકાના ખાટકી વાડ વિસ્તારમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

ગત શનિવારે ૧૮મી એપ્રિલ ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પંથકમાં તણાવભરી સ્થિતિ સર્જાઈહતી. તંત્રએ આજે વહેલી સવારથી જ ખાટકી વાડ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ચારથી વધુગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે હવે હાઇવે પરઆવેલા ગેરકાયદે દબાણો, દુકાનો અને લારી–ગલ્લાઓ પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી
આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ૩૦૦ જેટલા પોલીસ જવાનોનોકાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નગરપાલિકા અને આરએનબી (માર્ગ અને મકાન વિભાગ) ના ૫૦થી વધુ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા હતા.
બીજી તરફ, મુખ્ય આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આમામલો અત્યંત સંવેદનશીલ હોવાથી કોર્ટ પરિસરને પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. કડકસુરક્ષા વ્યવસ્થા હેઠળ આરોપીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.પોલીસ દ્વારા નામદાર કોર્ટ પાસેઆરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટેઆરોપીઓની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાને રાખીને રિઝવાન અને સમીરના ૨ દિવસના રિમાન્ડમંજૂર કર્યા છે. હવે આગામી બે દિવસ સુધી પોલીસ આ આરોપીઓની સઘન પૂછપરછ કરશે. આ સમયગાળાદરમિયાન પોલીસ તપાસમાં અન્ય કયા ઘટસ્ફોટ થાય છે અને હત્યા પાછળનું મુખ્ય ષડયંત્ર શું હતું, તેના પરસૌની નજર રહેશે.