Last Updated on by Sampurna Samachar
વડોદરામાં ૭૪ વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાયુ
પતિના મૃત્યુ બાદ વૃદ્ધાએ વિલને પડકાર્યું હતું અને તેમનો આક્ષેપ હતો કે,પતિના મૃત્યુ બાદ જ મને વિલની જાણ થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરના પોશ વિસ્તારમાં રહેતી ૭૪ વર્ષીય વૃદ્ધાએ તેના દિવંગત પતિએ વર્ષ ૨૦૦૮માં જે વિલ(વસિયતનામું) રજિસ્ટર્ડ કરાવ્યું હતું તેને પડકારતો દાવો ટ્રાયલ કોર્ટમાં દાખલ કર્યો હતો.

ટ્રાયલ કોર્ટે મહિલાનાદાવાને રદ કરતા તેની સામે વૃદ્ધાએ સેશન્સ કોર્ટમાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો, જો કે, સેશન્સ કોર્ટેપણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવી અપીલ નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, મહિલાવિલ બાબતે જાણતા હોવા છતાં તેમણે મોડો દાવો દાખલ કર્યો હતો.
વર્ષ ૨૦૦૮માં વૃદ્ધાના પતિએ રજિસ્ટર્ડ વિલ બનાવ્યું
કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૦૫માં જયંતિભાઇ પરીખે અખબારમાં લગ્ન બાબતે જાહેરાત આપી હતી અનેત્યાર બાદ તેમણે સુરેખાબહેન સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન સમયે જયંતિભાઇની ઉંમર આશરે ૬૦ વર્ષ અને સુરેખાબહેનની ઉંમર ૫૪ વર્ષ હતી
જો કે, લગ્નના ટૂંકા ગાળામાં જ બન્ને વચ્ચે વિવાદો શરૂ થતા બંને વચ્ચેભરણપોષણ અને ઘરેલુ હિંસા અંગે હાઈકોર્ટ સુધી કાયદાકીય લડત ચાલતી હતી. આ દરમિયાનજયંતિભાઇએ વર્ષ ૨૦૦૮માં પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતોનું વિલ બનાવી બીજી પત્નીને તેનાથીવંચિત રાખી હતી અને તમામ મિલકત પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર તેમજ પૌત્રીના નામે કરી આપી હતી. આદરમિયાન વૃદ્ધાના પતિનું વર્ષ ૨૦૧૫માં મૃત્યું થયું હતું.
પતિના મૃત્યુ બાદ વૃદ્ધાએ વિલને પડકાર્યું હતું અને તેમનો આક્ષેપ હતો કે,પતિના મૃત્યુ બાદ જ મને વિલની જાણથઈ છે. પરંતુ સામા પક્ષે પુરાવા રજૂ કર્યા કે વર્ષ ૨૦૧૨માં જ્યારે હાઈકોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલતો હતો, ત્યારે સુરેખાબહેને પોતે જ સોગંદનામા પર સ્વીકાર્યું હતું કે, તેને આ વિલ વિશે ખબર છે.
આમ, જાણ હોવાછતાં ૩ વર્ષની સમયમર્યાદા બાદ દાવો દાખલ કરાયો હોવાથી સિનિયર સિવિલ જજે દાવો રદ કર્યો હતો. જેનીસામે વૃદ્ધાએ સેશન્સ કોર્ટમાં અપીલ કરતા ન્યાયાધીશે પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવી ચુકાદામાંનોંધ્યું હતું કે, વાદીએ હકીકત છુપાવી છે અને કાયદા મુજબ દાવો સમયબહારનો છે.
ઉલ્લેખનીય છે કે, વૃદ્ધએ જે વિલ કર્યું હતું તેમાં દોઢ કરોડનો એક બંગલો, તેમજ સાત દુકાનો અને લાખોનીકિંમતના શેર અને બેન્ક ડિપોઝીટનો સમાવેશ થતો હતો. દાવામાં વૃદ્ધાએ આ તમામ સંપતિ તેના સાવકા પુત્રતેમજ પુત્રવધુ, પૌત્ર અને પૌત્રીને આપી હોય તે તમામને દાવામાં પક્ષકાર બનાવવામાં આવ્યાં હતા. વૃદ્ધાનો સાવકો પુત્ર અને પુત્રવધૂ બિઝનેસ કરી રહ્યાં છે અને તેમની ઉમર પણ ૫૫ વર્ષ કરતા વધુ છે.
૨૦ વર્ષથી કાનૂની જંગી ચાલી રહ્યો છે
• વદ્ધે ૨૦૦૫માં બીજા લગ્ન માટે જાહેરાત આપી હતી અને લગ્ન કર્યા હતા
• વર્ષ ૨૦૦૭માં બંને વચ્ચે અણ બનાવ થતાં કોર્ટ કેસની શરૂઆત થઈ
• વર્ષ ૨૦૦૮માં વૃદ્ધાના પતિએ રજિસ્ટર્ડ વિલ બનાવ્યું
• વર્ષ ૨૦૧૨માં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો: વૃદ્ધાએ વિલની નકલ રજૂ કરી હતી.
• વર્ષ ૨૦૧૫માં પતિનું અવસાન થયા બાદ પત્નીએ વિલ રદ કરવા દાવો દાખલ કર્યો
• વર્ષ ૨૦૨૪ના એપ્રિલ માસમાં સેશન્સ કોર્ટે વૃદ્ધાની અપીલ નામંજૂર કરી.
ભરણ–પોષણનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતોદંપતી વચ્ચે જ્યારે લગ્નજીવન કડવું બન્યું ત્યારે મામલોહાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટમાં વાદી સુરેખાબહેને ભરણપોષણ મેળવવા માટે એવી રજૂઆત કરી હતીકે પતિ પાસે કરોડોની મિલકત છે અને તેમણે વિલ પણ બનાવી લીધું છે. આ
રજૂઆત જ આજે ૧૨ વર્ષ પછીતેને નડી ગઈ. ડિસ્ટ્રીક્ટ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જે વિલની જાણ વૃદ્ધાને ૨૦૧૨માં હાઈકોર્ટ સમક્ષ હતી, તેને તમે૨૦૧૫માં મને નવુ જાણવા મળ્યું છે તેમ જણાવી પડકારી શકો નહીં. કાયદામાં લિમિટેશન એક્ટ મુજબ જાણથયાના ત્રણ વર્ષમાં જ પડકારી શકાય છે.‘
રસપ્રદ વાત એ છે કે, વૃદ્ધાએ પોતાના દાવામાં કોર્ટ ફી બચાવવા માટે એવી રજૂઆત કરી હતી કે આ દાવોમિલકતની કિંમત પર નહીં પરંતુ માત્ર વિલ રદ કરવા માટેનો છે. જાેકે, અદાલતે આ બાબતને પણ નકારી કાઢીહતી.
અદાલતે અવલોકન કર્યું કે, વાદી જે મિલકતમાં હિસ્સો માંગે છે તેની કિંમત કરોડોમાં છે, છતાં માત્ર ૨૦૦રૂપિયાના સ્ટેમ્પ પર દાવો કરીને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ચતુરાઈપૂર્વક ડ્રાફ્ટિંગકરીને કેસ જીતવાનો પ્રયાસ અદાલતે ક્લેવર ડ્રાફ્ટિંગ ગણાવીને ફગાવી દીધો હતો.