Last Updated on by Sampurna Samachar
GHIBLI ફોટોના લીધે સૌથી વધુ આકર્ષણ બન્યુ CHATGPT
CHATGPT માં લૉગિન થવામાં સમસ્યા થાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોશિયલ મીડિયામાં GHIBLI ફોટોના લીધે સૌથી વધુ આકર્ષણ અને ચર્ચાસ્પદ બનેલા CHATGPT નું સર્વર ડાઉન થઈ ગયુ છે. ઓનલાઈન યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે. CHATGPT માં લૉગિન થવામાં સમસ્યા થાય છે અને બાકીની સર્વિસ પણ ઠપ થઈ છે. ખાસ તો GHIBLI PHOTO બનતા નથી. ૮૪ % યુઝર્સને અસર થઈ છે.
ઓનલાઈન CHATGPT સર્વિસ બંધ થઈ છે. સેમ આલટમેનના CHATGPT ની હાલત અચાનક કેમ ખરાબ થઈ ગઈ છે એવા સવાલ યુઝર્સ કરી રહ્યા છે. તમામ સેવાઓ બંધ થઈ ગઈ છે. કેટલાક કલાકોથી આ સમસ્યા ઉભી થઈ છે.
CHATGPT ના REPLY મેસેજમાં એરર આવી
DAWND ECTOR ના અહેવાલ મુજબ ૮૪% ઓનલાઈન યુઝર્સ પરેશાનીમાં મુકાયા છે. લૉગિન થયેલા ૧૨ ટકા યુઝર્સને સમસ્યાઓ ઉભી થઈ છે. GHIBLI PHOO જનરેટ થતા નથી તેવી ફરિયાદો પણ ઉભી થઈ છે. સૌથી વધુ આકર્ષણ GHIBLI PHOO નું વિશેષ હોય છે.
યુઝર્સની ફરિયાદ મુજબ CHATGPT ના REPLY મેસેજમાં એરર આવે છે. નેટવર્ક ધીમું હોવાના મેસેજ આવે છે. નેટવર્ક એરિયામાં નથી તેમ પણ જણાવે છે. CHAT GPT બંધ કે સર્વર સ્લો થવાની ચર્ચા યુઝર્સમાં વ્યાપક બની છે.