Last Updated on by Sampurna Samachar
ચીનના નાણામંત્રીએ કરી જાહેરાત
મોટા ભાગના દેશોએ ટેરિફનો વિરોધ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે દુનિયાભરના દેશો પર વિવિધ ટેરિફની જાહેરાત કરતાંની સાથે વેપાર યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. દુનિયાના મોટા ભાગના દેશોએ ટેરિફનો વિરોધ કર્યો છે તથા જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. એવામાં હવે ચીને પણ અમેરિકા (AMERICA) પર ટેરિફની જાહેરાત કરી છે.
ચીને અમેરિકાને જવાબ આપતા હવે અમેરિકાની પ્રોડક્ટ્સ પર ૩૪ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ચીનના નાણાં વિભાગે કહ્યું છે કે અમેરિકાની સરકારે ચીની સામાન પર ટેરિફ લગાવતો છે જે આંતરરસહતરિય વેપાર નિયમોની વિરુદ્ધ છે અને અમારા અધિકારોનું હનન છે.
નિકાસ પર નિયંત્રણની જાહેરાત કરી
આ પ્રકારની દાદાગીરી અમેરિકાના હિતોને જ નુકસાન પહોંચાડશે તથા સાથે સાથે વૈશ્વિક આર્થિક વિકાસ અને સપ્લાય ચેન સામે ખતરો ઊભો કરશે.‘ ચીને અગાઉ અમેરિકાને અપીલ કરી હતી કે જે પણ મતભેદ હોય તેમનું વાતચીતના માધ્યમથી સમાધાન લાવવું જોઈએ.
અમેરિકાને વળતો જવાબ આપવા ચીને ૩૪ ટકા ટેરિફની સાથે નિકાસ પર નિયંત્રણની પણ જાહેરાત કરી છે. ચીન અમેરિકાને અત્યાર સુધી દુર્લભ ધાતુ જેવી કે સમારિયમ, ગેડોલીનીયમ, ટેરબિયમ આપતું હતું. જોકે ચોથી એપ્રિલથી આ તમામ દુર્લભ ધાતુની નિકાસ પર નિયંત્રણ કરવામાં આવશે.