Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાને ઇટલીની મદદ માંગવા હાથ લંબાવ્યો
પાકિસ્તાન અને ઇટલી વચ્ચે ૭૫ વર્ષ જૂનો રાજનૈતિક સંબંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન હવે ઇટલી (ITALY) ની મદદ માંગવા માટે પહોંચ્યુ હોવાની માહિતી મળી રહી છે. જ્યાં તેઓ વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પાસે મદદ માંગી છે. પાકિસ્તાને જણાવ્યુ છે કે, ઇટલી જ શાંતિ કરાર કરાવી શકે છે. પાકિસ્તાને ભારત સાથે શાંતિ વાર્તા માટે મધ્યસ્થતા કરવા આશા વ્યક્ત કરી છે. ઇસ્લામાબાદમાં ઇટલીના નેશનલ ડે પર પાકિસ્તાન સૂચના મંત્રી અતાઉલ્લા તારડે ઇટલીને વિશ્વાસપાત્ર ‘શાંતિ નિર્માતા‘ કહ્યુ છે. અને સાથે જ દ્વિપક્ષીય સંબંધોની મજબૂતીનો પણ ઉલ્લેખ કર્યો છે. ભારત સાથે સંબંધોમાં સુધાર આવે તે માટે પાકિસ્તાને હવે ઇટલી તરફ મદદ માટે નજર કરી છે.
પાકિસ્તાનના સૂચના મંત્રી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લા તારડે ઇટાલીને ક્ષેત્રીય અને વૈશ્વિક અશાંતિના સમયમાં ‘શાંતિ નિર્માતા‘ દેશ તરીકે ઓળખાવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, ઇટલીના PM જ્યોર્જિયા મેલોની જો મધ્યસ્થતા કરે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા થઇ શકે છે. અને વણસેલા સંબંધો ફરી સુધરી શકે છે.
પાકિસ્તાન અને ઇટલી વચ્ચે સંબંધો મજબૂત
આ નિવેદન ઇસ્લામાબાદમાં ઇટલીના નેશનલ ડે દરમિયાન પાકિસ્તાન સૂચના મંત્રી અતાઉલ્લા તારડે આપ્યુ હતુ. તારડે વધુમાં જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન અને ઇટલી વચ્ચે ૭૫ વર્ષ જૂનો રાજનૈતિક સંબંધ છે. જે સમયની સાથે વધુ મજબૂત થયો છે. ઇટલી સાથે તેઓ પ્રવાસ, શિક્ષણ અને વેપાર ક્ષેત્રે વધુ મજબૂતી લાવવા ઇચ્છીએ છીએ.
પાકિસ્તાનના મંત્રીએ માહિતી આપી છે કે, ગયા મહિને જ ઇટલીના ગૃહમંત્રીએ પાકિસ્તાન પ્રવાસ કર્યો હતો. જે દરમિયાન પ્રવાસ અને શ્રમ અંગે કરાર કરવામાં આવ્યો હતો. આ પ્રવાસ દરમિયાન કરવામાં આવેલા કરારથી એ સાબિત થાય છે કે, તણાવની સ્થિતિમાં પણ પાકિસ્તાન અને ઇટલી વચ્ચે સંબંધો મજબૂત છે. બંન્ને દેશ એકબીજા સાથે સતત વાતચીત કરતા રહે છે. તારડે SEP નો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૩થી જ બંન્ને દેશમાં સંવાદની રુપરેખા બની છે.