Last Updated on by Sampurna Samachar
સરખેજમાંથી ઉદયપુરની કુખ્યાત ગેંગના બે ગેંગસ્ટર ઝડપાયા
આ ઘટના બાદ મુખ્ય સૂત્રધારો રાજસ્થાન પોલીસને થાપ આપી ગુજરાતમાં શરણ લેવા ભાગી આવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરની LCB ઝોન–૭ની ટીમે એક ઓપરેશન પાર પાડીને રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ગેંગવોરઅને હત્યા કેસના બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. સરખેજ વિસ્તારમાંથી પકડાયેલા આ બંનેગેંગસ્ટરો પર ઉદયપુર પોલીસ દ્વારા ૧૦ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પકડાયેલાઆરોપીઓ સામે હત્યા, લૂંટ અને આર્મ્સ એક્ટ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

મળતી માહિતી અનુસાર, સાતમી એપ્રિલના રોજ રાજસ્થાનના ઉદયપુરના બિચ્છુ ઘાટી વિસ્તારમાં વર્ચસ્વજમાવવા મુદ્દે બે ગેંગો સામસામે આવી ગઈ હતી. ઉદયપુરમાં સક્રિય ‘જાવેદ દાંતના‘ ગેંગ અને ‘નઈમ ઠોકર‘ગેંગ વચ્ચે થયેલી આ અથડામણમાં સાહિલ આરીફખાન નામના યુવકની છાતીમાં છરીના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.
ગુજરાતમાં શરણલેવા ભાગી આવ્યા હતા
આ ઘટના બાદ મુખ્ય સૂત્રધારો રાજસ્થાન પોલીસને થાપ આપી ગુજરાતમાં શરણલેવા ભાગી આવ્યા હતા.અમદાવાદ ન્ઝ્રમ્ ઝોન–૭ની ટીમ જ્યારે સરખેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારેતેમને બાતમી મળી હતી કે ઉદયપુરના બે શંકાસ્પદ શખસો સરખેજની એક ખાનગી હોટલ પાસે દેખાયા છે. પોલીસે કાર્યવાહી કરી હોટલ પાસે વોચ ગોઠવી હતી અને જેવી આ બંને શખસો બહાર નીકળ્યા કે તરત જતેમને દબોચી લીધા હતા.
નઈમુદ્દીન ઉર્ફે નઈમ શેખ (ઉં.વ. ૩૪) નઈમ ઠોકર ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. તેની સામે અલગ–અલગ પોલીસસ્ટેશનોમાં હત્યા અને લૂંટ સહિતના ૧૫ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. કુંદનસિંહ કુશવાહ (ઉં.વ. ૩૨) રીઢોગુનેગાર છે અને તેની સામે પોલીસ ચોપડે ૧૭ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
આ બંને આરોપીઓ લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા હતા. અમદાવાદ પોલીસેઆરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રાજસ્થાન પોલીસને આ અંગે જાણ કરીછે. આ સફળ કામગીરીને પગલે રાજસ્થાનના કુખ્યાત ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે.