Last Updated on by Sampurna Samachar
શિંદેને ગદ્દાર કહેતા મામલો ગરમાયો હતો
MIDC પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરૂદ્ધ ફરિયાદ દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકારીઓએ મુંબઈના હેબિટેટ સ્ટુડિયો પર કાર્યવાહી હાથ ધરી છે. આ સ્ટુડિયોનો એક હિસ્સો તોડી પડાયો છે. આ સ્ટુડિયોમાં જ કામરાનો વિવાદિત શૉ થયો હતો, જેમાં તેણે શિંદેને ગદ્દાર કહેતા મામલો ગરમાયો હતો.
આ વિવાદ બાદ હેબિટેટ સ્ટુડિયોએ નિવેદન જાહેર કરી અસ્થાયી ધોરણે સ્ટુડિયો બંધ કર્યો હતો. યુનિકોન્ટિનેટલ હોટલમાં આવેલા હેબિટેટ સ્ટુડિયોએ જણાવ્યું હતું કે, કલાકાર પોતાના વિચારો અને રચનાત્મક વિકલ્પો માટે પોતે જવાબદાર છે. અને અમે ક્યારેય તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા કન્ટેન્ટમાં સંડોવાયેલા નથી.
પરંતુ હાલની ઘટનાઓએ અમને ફરી વિચારવા મજબૂર કર્યા છે કે, કેવી રીતે અમને વારંવાર દોષિત ઠેરવવામાં આવી રહ્યા છે. અમે કલાકારના પ્રતિનિધિ હોઈએ એ રીતે અમારા પર હુમલોથી રહ્યો છે. જ્યાં સુધી અમે પોતે અને પોતાની સંપત્તિને જોખમમાં મૂક્યા વિના મુક્ત અભિવ્યક્તિ માટે એક મંચ પ્રદાન કરવાની રીત શોધી ન કાઢીએ ત્યાં સુધી અમે સ્ટુડિયો બંધ રાખીશું.
કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વિવાદસ્પદ પૅરડી બનાવી લોકો સમક્ષ રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. શિંદે પર આકરા પ્રહારોથી શિવસેના રોષમાં આવી હતી. તેઓએ મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયો અને હોટલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. શિવસૈનિકોએ દાવો કર્યો હતો કે, આ સ્ટુડિયોમાં કુણાલનો વીડિયો રૅકોર્ડ કરવામાં આવ્યો હતો. શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે MIDC પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.