Last Updated on by Sampurna Samachar
“બંગાળના મહાન સપૂત રવિન્દ્રનાથ ટાગોરે વંદેમાતરમની રચના કરી હતી
ઉત્સાહમાં આવીને એક મોટો ‘ભાંગરો‘વાટ્યો
(સંપૂર્ણસમાચારસેવા)
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભાજપના શાનદાર પ્રદર્શનની ઉજવણી કરવા માટે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ‘ખાતે ઉત્સવનો માહોલ હતો. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નેતાઓ મીડિયાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઉત્સાહમાં આવીનેએક મોટો ‘ભાંગરો‘વાટ્યો હતો.

બંગાળની જીતનો શ્રેય આપતા અને બંગાળના મહાપુરુષોને યાદ કરતા જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું કે, “બંગાળના મહાન સપૂત રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદેમાતરમની રચના કરી હતી.” જોકે, સત્યએ છે કે ભારતનું રાષ્ટ્રીયગાન ‘વંદેમાતરમ્‘ની રચના પ્રસિદ્ધ કવિ બંકિમચંદ્રચટ્ટોપાધ્યાયે કરી હતી, જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રગીત ‘જનગણમન‘ની રચના કરી હતી.
પ્રદેશ પ્રમુખનું અજ્ઞાન પ્રદર્શન
મુખ્યમંત્રી અને અન્ય દિગ્ગજ નેતાઓની હાજરીમાં જ મંત્રીએ આપેલા આ અકળાવનારા નિવેદનથી કાર્યકરોમાં પણ કચવાટ જોવા મળ્યો હતો. ઐતિહાસિક તથ્યોની આ ગંભીર ભૂલ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ ટીકા કરી રહ્યા છે. જીતના જશ્ન વચ્ચે પ્રદેશ પ્રમુખનું અજ્ઞાન પ્રદર્શન હવે ભાજપ માટે થોડી ક્ષોભજનક સ્થિતિ પેદા કરી રહ્યું છે.