Last Updated on by Sampurna Samachar
જંબુસરના ૬ આગેવાનો પરથી સસ્પેન્શન હટાવાયુ
પક્ષની શિસ્તના ભંગ બદલ અને બગાવત કરવા બદલ પ્રદેશ ભાજપ દ્વારા આ તમામ આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચ જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંતરિક અસંતોષને ઠારવા અને સંગઠનને વધુવેગવંતુ બનાવવા માટે પક્ષના મોવડી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. ભરૂચની પ્રતિષ્ઠિતદૂધધારા ડેરીની ચૂંટણી સમયે પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનારા જંબુસર તાલુકાના ૬ આગેવાનો પરથીસસ્પેન્શન હટાવી દેવામાં આવ્યું છે.

ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. જંબુસરના જાણીતા આગેવાન નટવરભાઈ મુરજીભાઈ (ભગત) અને જગદીશ ડાહ્યાભાઈ પટેલ સહિતનાસભ્યોએ પક્ષના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પક્ષની શિસ્તના ભંગબદલ અને બગાવત કરવા બદલ પ્રદેશ ભાજપ દ્વારા આ તમામ આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાંઆવ્યા હતા.
આગામી સમયમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓને ધ્યાને રાખીને ભાજપના મોવડી મંડળે પક્ષને પાયાના સ્તરેવધુ મજબૂત કરવા માટે આક્રમક વલણ છોડીને સમાધાનકારી રસ્તો અપનાવ્યો છે. જંબુસરના આઆગેવાનોનો સ્થાનિક સ્તરે મોટો પ્રભાવ હોવાથી, તેમનું પક્ષમાં પાછા ફરવું ભાજપ માટે ફાયદાકારક સાબિતથઈ શકે છે.