Last Updated on by Sampurna Samachar
બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી
આ સાથે જ વૉર્ડ નંબર ૧૧ની આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૧૫મી એપ્રિલ નાટકીય વળાંક આવ્યો છે. વૉર્ડ નંબર ૧૧નાકોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ અંતિમ દિવસે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા રાજકીય ક્ષેત્રે અનેકતર્ક–વિતર્ક સર્જાયા છે. આ સાથે જ વૉર્ડ નંબર ૧૧ની આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિ બિનહરીફ વિજેતા જાહેર થયા છે,

સૂત્રોના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી કનુ પ્રજાપતિ પર ફોર્મ પરત ખેંચવા માટે ભારે રાજકીયદબાણ કરવામાં આવી રહ્યું હતું. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર દ્વારા દબાણ થતું હોવાની ગંધ આવતાકોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સતર્ક બન્યા હતા. તેઓ કનુભાઈને સમજાવવા તેમના ઘરે પહોંચ્યા હતા, પરંતુ કનુભાઈએ આનાકાની કરતાં તેમને તાત્કાલિક અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
જે ભાજપ માટે કોર્પોરેશનની પહેલી જીત ગણાય છે.
ચર્ચા એવી છે કે, વડોદરાના ભાજપના એક પૂર્વ ધારાસભ્ય અને મેયરના પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ સાથેનાઅંગત સંબંધો આ કિસ્સામાં નિર્ણાયક સાબિત થયા હતા. કાયદાકીય ગૂંચ ટાળવા માટે કનુભાઈને પ્રદેશસમિતિએ છૂટા મૂકી દીધા હોવાની વિગતો બહાર આવી છે. ત્યારબાદ પૂર્વ ધારાસભ્યના ટેકેદારો તેમને વડોદરાપરત લાવ્યા હતા અને ૧૫મી એપ્રિલ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે તેમની પાસે ફોર્મ પરત ખેંચાવ્યું હતું.
પોતાની ઉમેદવારી પરત ખેંચ્યા બાદ કનુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘મેં કોઈ પણ રાજકીય દબાણને વશ થઈનેઆ ર્નિણય લીધો નથી. મેં કોંગ્રેસમાં વૉર્ડ નંબર ૧૦માંથી ટિકિટ માંગી હતી, પરંતુ પક્ષે મને વૉર્ડ નંબર ૧૧માંથીટિકિટ આપી હતી, જે મારા ર્નિણય પાછળનું મુખ્ય કારણ છે.‘
કોંગ્રેસના ઉમેદવારને અમદાવાદ સુધી લઈ જવા છતાં અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લેતા વડોદરા કોંગ્રેસનાઅગ્રણીઓમાં ભારે રોષ અને નિરાશા જાેવા મળી રહી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ચૂંટણી પૂર્વે જવડોદરામાં ભાજપનું પલ્લું ભારે રહ્યું છે અને કોંગ્રેસ પોતાની પેનલ જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે.
બીજી તરફ વડોદરા જિલ્લા પંચાયતની રણોલી બેઠક પરથી ચૂંટણી અંગે ઉમેદવારી નોંધાવનારા ભારતીયરાષ્ટ્રીય કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ આજે પરત ખેંચી લેતા રણોલી બેઠકના ભાજપના ઉમેદવાર કૈરવીબા જાડેજા બિનહરીફ ચૂંટાયેલા જાહેર છે.