Last Updated on by Sampurna Samachar
માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
જુવાનજોધ દીકરાના મોતથી પરિવાર શોકમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદના ઓડ ગામ માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યના સપના લઈને કેનેડા ગયેલા ઓડના આશાસ્પદ યુવક દિવ્યકુમાર કિરણભાઈ પટેલનું માર્ગ અકસ્માતમાં કરુણ અવસાન થયું હોવાની માહિતી મળી હતી. ડિગ્રી મેળવવા જતાં સમયે કેનેડાની ફ્રેન્ચ નદી નજીક હાઇવે નંબર-૬૯ પર સર્જાયેલા અકસ્માતમાં ૨૧ વર્ષીય દિવ્યકુમારે જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ ઓડ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

વાત કરીએ તો આણંદના યુવકનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યું છે. ડિગ્રી લેવા જતા સમયે ૨૧ વર્ષીય દિવ્યકુમાર પટેલે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. કેનેડાથી આવેલા દુ:ખદ સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
ફ્રેન્ચ નદી નજીક હાઇવે નં. ૬૯ પર અકસ્માત સર્જાયો હતો
જુવાનજોધ દીકરા દિવ્યકુમારના નિધનથી ઓડ ગામમાં શોકનો માહોલ ફેલાયો છે. ૨૧ વર્ષીય દિવ્યકુમાર કિરણભાઈ પટેલ સ્નાતક થયા બાદ ડિગ્રી લેવા જતાં સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ૯ જુનના રોજ ફ્રેન્ચ નદી નજીક હાઇવે નં. ૬૯ પર અકસ્માત સર્જાયો હતો. એક જુવાનના મોતથી ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ અધૂરા રહી ગયા.