Last Updated on by Sampurna Samachar
વેનેઝુએલાથી તેલ કે ગેસ ખરીદતા દેશો પર ટ્રમ્પે લગાવ્યો ટેરિફ
વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે સબંધો બગડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વેનેઝુએલાથી તેલ કે ગેસ ખરીદતા તમામ દેશો પર અમેરિકા ૨૫ ટકા વધારાનો ટેરિફ લગાવશે. વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. એવામાં વેનેઝુએલા પર દબાણ વધારવા માટે ટ્રમ્પે આ જાહેરાત કરી છે. જોકે આ ર્નિણયના કારણે ભારતને પણ ઝટકો લાગ્યો છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું, કે ‘વેનેઝુએલા અમેરિકા પ્રત્યે દુશ્મનાવટ રાખે છે તેથી જો કોઈ પણ દેશ વેનેઝુએલાથી તેલ કે ગેસ ખરીદે છે તો તેણે અમેરિકા સાથે વેપાર પર ૨૫ ટકા ટેરિફ આપવો પડશે.
ટ્રમ્પ વેનેઝુએલાને આપવા માંગે છે ઝટકો
નોંધનીય છે કે અમેરિકા સતત વેનેઝુએલા પર અનેક પ્રતિબંધો લગાવતું રહ્યું છે. વેનેઝુએલા (Venezuela) ના પ્રમુખ નિકોલસ માદુરોને અમેરિકા માન્યતા આપતું નથી. ટ્રમ્પ સરકારનો આરોપ છે કે વેનેઝુએલાના કારણે અમેરિકામાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી જાય છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાને આર્થિક રીતે ઝટકો આપવા માંગે છે.