Last Updated on by Sampurna Samachar
અકસ્માત બાદ દર્દીને તાત્કાલિક નજીકની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલની નજીક બહાદુરસિંહ બ્રિજ પર એક ચોંકાવનારી ઘટના બની છે. દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અન્ય વાહનને ઓવરટેક કરવા જતાં ડિવાઈડર પર ચડી ગઈ હતી.આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવામાં આવતા વૃદ્ધ દર્દીને કોઈ ગંભીર ઈજા ન પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ દર્દીને તાત્કાલિક નજીકની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ બહાદુરસિંહ બ્રિજ પર આ ઘટના બની હતી.એમ્બ્યુલન્સ ડ્રાઈવર અન્ય વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં નિયંત્રણ ગુમાવી બેઠો અને રસ્તાના મધ્યમાં આવેલા ડિવાઈડર પર ચડી ગઈ. અકસ્માતના કારણે એમ્બ્યુલન્સ ડિવાઈડરમાં ફસાઈ ગઈ હતી.
ઘટનાસ્થળે તરત જ સ્થાનિક લોકો એકઠા થયા અને ફસાયેલી એમ્બ્યુલન્સને ડિવાઈડર પરથી હટાવવા માટે જહેમત ઉઠાવી. લોકોના સહયોગથી એમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી.એમ્બ્યુલન્સમાં એક વૃદ્ધ દર્દી સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા. અકસ્માત બાદ તેમની તબિયતને ધ્યાનમાં લઈને તાત્કાલિક બાજુમાં આવેલી કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.સ્થાનિક ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.