Last Updated on by Sampurna Samachar
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી મળી માન્યતા
૨૪ કલાક સર્વેલન્સ સુનિશ્ચિત કરે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (IIT) ગુવાહાટીના શોધકર્તાઓએ આંતરરાષ્ટ્રીય સરહદો પર નજર રાખવા માટે એડવાન્સ્ડ રોબોટ વિકસિત કર્યા છે. જે પડકારજનક અને અંતરિયાળ વિસ્તારોમાં AI સંચાલિત સમીક્ષા અને વાસ્તવિક સમયમાં સમીક્ષા પ્રદાન કરશે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
IIT , ગુવાહાટી દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ ‘ધ સ્પેટિયો લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ‘ (DSRL) દ્વારા વિકસિત રોબોટને ભારતના સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં એકીકરણની તેમની ક્ષમતા માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી પણ માન્યતા મળી છે.
અમારી રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરે
ભારતીય સેના અગાઉથી જ સર્વેલન્સ સિસ્ટમ માટે ફીલ્ડ પરિક્ષણ કરી રહી છે. DSRL ના CEO અર્નબ કુમાર બર્મનના અનુસાર પારંપરિક સુરક્ષા ઉપાયોની વિરુદ્ધ (જે ડ્રોન, સ્થિર કેમેરા, પગપાળા અને વાહન પેટ્રોલિંગ પર ર્નિભર કરે છે) આ સ્વાયત રોબોટિક સિસ્ટમ જમીન અને હવામાન પર વિજય પ્રાપ્ત કરે છે. બર્મનના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ સરહદ સુરક્ષા, મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચરની સમીક્ષા અને વ્યૂહાત્મક સંરક્ષણ પ્રયોગોમાં મહત્ત્વપૂર્ણ ઘટક સાબિત થનારી છે.
તેમણે જણાવ્યું હતું કે અમારુ મિશન આધુનિક, એઆઇ સંચાલિત સર્વેલન્સ સોલ્યુશન વિકસિત કરવાનો છે જે રાષ્ટ્રીય સુરક્ષાની ઉભરતા પડકારોનો સામનો કરી શકે. તેમણે જણાવ્યું હતું કે આ રોબોટિક સિસ્ટમ મુશ્કેલ વિસ્તારોમાં પણ સારી રીતે કામ કરવા માટે તૈયાર ડિઝાઇન કરવામાં આવી છે. જે ૨૪ કલાક સર્વેલન્સ સુનિશ્ચિત કરે છે. અમને સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતની આર્ત્મનિભરતાના દ્રષ્ટિકોણમાં ફાળો આપવા પર ગર્વ છે અને અમે આવા સંશોધનો માટે પ્રતિબદ્ધ છીએ. જે અમારી રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરે.