Last Updated on by Sampurna Samachar
મિત્ર પાસે ઉછીના આપેલા રુ.૫૦૦ પરત માંગવા જતા હત્યા
પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી જીગ્નેશ પવારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડાંગ જિલ્લાના નીલશાક્યા ગામે મિત્રતાને લાંછન લગાવતી એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામેઆવી છે. માત્ર ૫૦૦ રૂપિયાની લેતી દેતીમાં એક મિત્રે જ બીજા મિત્ર પર જીવલેણ હુમલો કરી તેને મોતના ઘાટ ઉતારી દીધો છે.

નીલશાક્યા ગામે રહેતા ૫૦ વર્ષીય અનિલભાઈ રમજુભાઈ પવારે આશરે બે મહિના પહેલા તેમના મિત્ર જીતેશઅશોકભાઈ પવારને ૫૦૦ રૂપિયા ઉછીના આપ્યા હતા. ગત રોજ જ્યારે અનિલભાઈએ પોતાના હકના આ રૂપિયા પરત માંગ્યા, ત્યારે જીતેશ પવાર ઉશ્કેરાઈ ગયો હતો. સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને આવેશમાં આવી જીતેશે અનિલભાઈ પર લાકડાના સપાટા વડે જોરદાર હુમલો કર્યો હતો.
ટૂંકી સારવાર દરમિયાન અનિલભાઈનું કરુણ મોત નીપજ્યું
આ હુમલામાં અનિલભાઈના માથાના ભાગે લાકડાનો જોરદાર પ્રહાર વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયાહતા. આ ઉપરાંત, છાતીના ભાગે પણ ગંભીર ફટકા વાગતા તેમની હાલત નાજુક બની હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ટૂંકી સારવાર દરમિયાન અનિલભાઈનું કરુણ મોત નીપજ્યું હતું.
આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મૃતકની પત્ની સુબીબેન પવારે આ મામલેઆહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીજીગ્નેશ પવારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નજીવી રકમ માટે જીગરી મિત્રની હત્યા થતાગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે