Last Updated on by Sampurna Samachar
આસપાસના લોકોમાં હોબાળો મચી ગયો હતો
આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના પવિત્ર ગિરનાર પર્વત પર એક કરૂણ ઘટના ઘટી હતી. જ્યાં ગિરનાર પર્વત પરની સીડી પરથી ખાડીમાં પડી જતા ૪૫ વર્ષના આધેડનું મોત થયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ૪૫ વર્ષના આશિષ દોષી જૂનાગઢના ગિરનાર પર્વત પર ચઢી રહ્યા હતા. આ દરમિયાન તે થાક ખાવા માટે કે કોઈ અન્ય કારણે પાસેના પગથિયા પર બેસવા જતા અચાનક ખીણમાં ખાબક્યા હતો. આ જોતા આસપાસના લોકોમાં હોબાળો મચી ગયો હતો.
અગાઉ ઓક્ટોબર, ૨૦૨૫માં બનેલો છે બનાવ
આ અંગેની જાણ થતા ડોલીવાળાઓએ મહામહેનતે ખીણમાંથી આધેડનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે બાદ ડોલીવાળાઓએ ભેગા થઈને તેમના મૃતદેહને પર્વત પરથી નીચે લઈ ગયા હતા અને આધેડના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ ઓક્ટોબર, ૨૦૨૫માં પણ આવો બનાવ બન્યો હતો. એક યુવક ગિરનાર પર્વત પર ચઢાણ કરી રહ્યો હતો ત્યારે આ દુ:ખદ દુર્ઘટના બની હતી. મૃતક યુવક સીડીના પગથિયાનો ઉપયોગ કરવાને બદલે પર્વતના ખરબચડા પથ્થર પરથી ચઢાણ કરી રહ્યો હતો. આ જોખમી પ્રયાસ દરમિયાન તે આશરે ૨૫૦૦ પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકના માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.