Last Updated on by Sampurna Samachar
ડ્રાઈવિંગ લાઈસન્સ અને વીમા નિયમોમાં મોટા ફેરફાર
આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ સજાના કડક અભિગમને બદલે પ્રક્રિયાને સરળ બનાવી નાગરિકોને નિયમ પાલનમાટે પૂરતો સમય અને તક આપવાનો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના લાખો વાહનચાલકો માટે માર્ગ પરિવહન વિભાગ તરફથી મહત્ત્વના અને રાહતરૂપ બદલાવ જાહેરકરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારા સાથે ‘જન વિશ્વાસ બિલ’ અમલમાંમુકાતા ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહન રજિસ્ટ્રેશન અને અકસ્માત વળતર સંબંધિત નિયમોમાં નોંધપાત્ર ફેરફારોકરવામાં આવ્યા છે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ સજાના કડક અભિગમને બદલે પ્રક્રિયાને સરળ બનાવીનાગરિકોને નિયમ પાલન માટે પૂરતો સમય અને તક આપવાનો છે.

નવી વ્યવસ્થા મુજબ, ડ્રાઈવિંગ લાઈસન્સની મુદત પૂરી થયા બાદ પણ હવે એક મહિના સુધી તે માન્ય ગણાશે. અગાઉ લાઈસન્સ એક્સપાયર થતા જ અમાન્ય બની જતું હતું, પરંતુ હવે વાહનચાલકોને રિન્યૂ કરવા માટેવધારાનો સમય મળશે. આ સાથે જ વાહન રજિસ્ટ્રેશન રદ કરવાની સમયમર્યાદા ૧૪ દિવસથી વધારીને ૩૦દિવસ કરવામાં આવી છે, જેનાથી પ્રક્રિયા વધુ વ્યવહારુ બનશે.
૬ મહિનાથી વધારીને ૧ વર્ષ કરાઈ
વાહન વેચાણના કિસ્સામાં વીમામાં નામ ટ્રાન્સફર કરવા માટેનો સમયગાળો પણ વધારીને એક મહિના સુધીકરવામાં આવ્યો છે. અકસ્માતના કિસ્સામાં વળતર માટે અરજી કરવાની મર્યાદા ૬ મહિનાથી વધારીને ૧ વર્ષ કરાઈ છે, જેનાથી પીડિતોને ન્યાય મેળવવા માટે વધુ સમય મળશે.
એક તરફ નિયમોમાં આ પ્રકારનું સરળીકરણ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ રાજ્યમાં માર્ગ અકસ્માતોનીગંભીર સ્થિતિ ચિંતાજનક છે. આરટીઆઈથી મળેલી માહિતી મુજબ, વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ દરમિયાન ગુજરાતમાંકુલ ૭૯,૦૫૪ માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જેમાં ૩૮,૫૩૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા દર્શાવે છે કેરાજ્યમાં સરેરાશ દર કલાકે બે અકસ્માત થાય છે અને એક વ્યક્તિનું મૃત્યુ થાય છે.
માર્ગ સલામતી માટે સૌથી મોટો પડકાર ‘હિટ એન્ડ રન’ના બનાવો છે. લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ, ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન રાજ્યમાં ૯,૫૯૭ હિટ એન્ડ રનની ઘટનાઓ નોંધાઈ છે, એટલે કે દરરોજ સરેરાશપાંચ બનાવો બની રહ્યા છે.
પરિવહન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયમોને સરળ બનાવવાથી લોકોમાં જાગૃતિ વધશે અને તેઓસ્વયંપ્રેરિત રીતે નિયમોનું પાલન કરશે. વધતા અકસ્માતોના આંકડા સૂચવે છે કે રાહત સાથે જવાબદારીપણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.