Last Updated on by Sampurna Samachar
ભચાઉમાં વોંધ ઓવરબ્રિજ નીચે હરગોવિંદ નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરાઈ
પ્રાથમિક તપાસમાં આ લોહીયાળ ખેલ પાછળ પારિવારિક અદાવત જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારીઘટના સામે આવી છે. ભચાઉના વોંધ ઓવરબ્રિજ નીચે જાહેરમાં ફાયરિંગ કરીને એક વ્યક્તિની ર્નિમમ હત્યાકરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

વોંધ ઓવરબ્રિજ નીચે હરગોવિંદ નામના વ્યક્તિ પરહુમલો કરવામાં આવ્યો હતો.મુકેશ સાધુ નામના શખ્સે હરગોવિંદ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાંગંભીર ઈજાઓ થવાના કારણે હરગોવિંદનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા જ ભચાઉ પોલીસનોમોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી કારતૂસનું ખાલી ખોખું મળીઆવ્યું છે.
લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો
આ ઉપરાંત પોલીસને એક તલવારનું મ્યાન પણ મળી આવ્યું છે. હુમલાખોરો હથિયારો સાથે સજ્જથઈને આવ્યા હતા અને કદાચ ઝપાઝપી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં આ લોહીયાળખેલ પાછળ પારિવારિક અદાવત જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.
જૂની દુશ્મનાવટનો બદલો લેવા માટે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસેવિવિધ દિશામાં તપાસ તેજ કરી છે. ભચાઉ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આરોપી વિરુદ્ધ હત્યાનોગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આરોપીને પકડવા માટે અલગ–અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યાછે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.