Last Updated on by Sampurna Samachar
અમદાવાદમાં મોબાઈલ સ્ટોરના મેનેજરે કંપનીને લાખોનો ચૂનો લગાવ્યો
ગત ૨૮ જાન્યુઆરીના રોજ કંપનીના ઝોનલ સેલ્સ મેનેજર દ્વારા સ્ટોરનું ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં મસમોટી ગેરરીતિઓ પકડાઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી ખાનગી ટેલિકોમ કંપનીમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતાશખસે કંપની સાથે લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કંપનીના ઇન્ટરનલઓડિટમાં નાણાકીય અનિયમિતતાઓ અને સ્ટોકમાંથી કિંમતી મોબાઈલ ગાયબ હોવાનું બહાર આવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, આરોપી વરુણ ચંદુભાઈ ગજેરા ખાનગી ટેલિકોમમાં સ્ટોર મેનેજર તરીકે કાર્યરત હતો અને રોકડવ્યવહારો તેમજ વેચાણની જવાબદારી સંભાળતો હતો. ગત ૨૮ જાન્યુઆરીના રોજ કંપનીના ઝોનલ સેલ્સમેનેજર દ્વારા સ્ટોરનું ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં મસમોટી ગેરરીતિઓ પકડાઈ હતી.
પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક એસેસરીઝના વેચાણ પેટે મળેલા રૂ.૪.૯૧ લાખનિયમ મુજબ બીજા દિવસે કંપનીના બેંક ખાતામાં જમા કરાવવાના હતા, પરંતુ વરુણે આ રકમ જમા કરાવીનહોતી. આ ઉપરાંત, કંપનીના ઇન્ટરનલ ટ્રાન્સફરના ૫૦,૦૦૦ રૂપિયા પણ સગેવગે કરવામાં આવ્યા હોવાનું ઓડિટમાં જણાયું હતું.
માત્ર રોકડ જ નહીં, પણ સ્ટોક વેરિફિકેશન દરમિયાન રૂ.૮૨,૯૦૦ની કિંમતનો એક સ્માર્ટફોન પણ ગાયબ હતો. રેકોર્ડ પર આ ફોન સ્ટોકમાં હોવાનું બતાવવામાં આવતું હતું, પરંતુ પ્રત્યક્ષ તપાસમાં તે મળ્યો નહોતો. આમ, કુલમળીને રૂ.૬.૨૪ લાખની માતબર રકમ અને માલસામાનની ઉચાપત સામે આવી છે.
કંપનીના ફાઈનાન્સ પ્રોફેશનલ મુકેશકુમાર મોહનદાસે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી વરુણ પાસેઉચાપત કરેલા નાણાં અને ગુમ થયેલા ફોન વિશે ખુલાસો માંગવામાં આવ્યો હતો, પરંતુ તેણે સંતોષકારકજવાબ આપ્યો નહોતો અને નાણાં પરત કર્યા ન હતા. આખરે કંપનીએ કાયદેસરના પગલાં ભરી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી ઓડિટર અને અન્ય સ્ટાફના નિવેદનોલેવાની તજવીજ હાથ ધરી છે.