અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધ્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૬૫ વર્ષના વૃદ્ધાની લૂંટના ઈરાદે ર્નિમમ હત્યા કરાઇ

અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને લીલાબેનની સાડીનો એક છેડો બારીની ગ્રીલ સાથે બાંધી અને બીજો છેડોગળામાં બાંધીને હત્યા નીપજાવી હતી.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

સામાન્ય રીતે લોકો પોતાના વતન અને ગામડાના ઘરમાં સુરક્ષિત મહેસૂસ કરતા હોય છે. પણ જ્યારે લૂંટારુઓની નજર એકલા રહેતા વૃદ્ધો પર પડે છે, ત્યારે કેવી કરુણાંતિકા સર્જાય છે, તેનો જીવતો જાગતો કિસ્સો જામકંડોરણામાંથી સામે આવ્યો છે. અહીં એક ૬૫ વર્ષના વૃદ્ધાની લૂંટના ઈરાદે ર્નિમમ હત્યા કરી દેવામાં આવી.

ઘટના છે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામની. અહીં ૬૫ વર્ષીય લીલાબેનજમનભાઈ અજુડિયા પોતાના મકાનમાં એકલા રહેતા હતા. તેમના બંને દીકરાઓ રાજકોટ ખાતે રહે છે અનેનોકરીધંધો કરે છે.

ગળામાં સાડી વડે ફાંસો આપેલો

૧૩ એપ્રિલની રાત્રે દીકરા અમિતભાઈએ માતાને ફોન કર્યો પરંતુ ફોન સ્વીચ ઓફ આવતોહતો. અમિતભાઈને એમ કે કદાચ ફોન બંધ થઈ ગયો હશે, પણ તેમને ક્યાં ખબર હતી કે તેમની માતા હવે દુનિયામાં રહ્યા નથી.

બીજા દિવસે સવારે એટલે કે ૧૪મી એપ્રિલે અમિતભાઈ રાજકોટથી બસમાં બેસીને વૈભવનગર પોતાની માતાનેમળવા પહોંચ્યા. ઘરે જઈને જાેયું તો ડેલો અંદરથી બંધ હતો અને કોઈ જવાબ મળતો હતો. પાડોશીનીદીવાલ ટપીને અંદર જતા ઓસરીના બારણાને બહારથી તાળું મારેલું હતું.

દીકરાએ પોતાની પાસે રહેલીચાવીથી તાળું ખોલીને રૂમમાં પ્રવેશ કર્યો અને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ! રૂમમાં તેની માતા લીલાબેનજમીન પર મૃત હાલતમાં પડ્યા હતા અને તેમના ગળામાં સાડી વડે ફાંસો આપેલો હતો.

અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને લીલાબેનની સાડીનો એક છેડો બારીની ગ્રીલ સાથે બાંધી અને બીજો  છેડોગળામાં બાંધીને હત્યા નીપજાવી હતી. બાજુના રૂમમાં જઈને જોતા લોખંડનો કબાટ તૂટેલી હાલતમાં હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે હત્યારાઓ ઘરમાંથી પાકીટ અને ટીનની પેટીમાં રાખેલા ૫૭૦૦ રૂપિયા રોકડાઅને વૃદ્ધાએ પહેરેલી એક સોનાની બંગડી લૂંટીને ફરાર થઈ ગયા છે.

જામકંડોરણા પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી. પોલીસે મૃતકના પુત્ર અમિતભાઈની ફરિયાદના આધારેઅજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. બનાવની ગંભીરતાને જેતપુર ડિવિઝનનાડીવાયએસપી રોહિત ડોડિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.