Last Updated on by Sampurna Samachar
ચૂંટણીમાં મતદાનની પેર્ટન પણ મહત્વનો ભાગ ભજવશે
મતદાન પહેલા કેટલાક સુત્રો વાયરલ થયા હતા જેમાં પહેલા કમળ પછી ખમણ કે પહેલા ઝાડું પછી લાડુબેમાંથી કર્યું સાચું પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે સૌથી મોટો મુદ્દો રસ્તા-પાણી, ભ્રષ્ટાચાર અને વિકાસ સાથે સાથે હવે મતદાર યાદીમાં કપાયેલા મતદારો અને આ ચૂંટણીમાં મતદાનની પેર્ટન પણ મહત્વનો ભાગ ભજવશે. સુરત પાલિકાની બે ચૂંટણી વચ્ચે ૮.૨૨ લાખ મતદારો ઘટયા છે હવે કામગીરી બાદ પહેલીચુંટણી ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક? તે અંગે અનેક અટકળો થઈ રહી છે.

મતદાન પહેલા કેટલાક સુત્રો વાયરલ થયા હતા. જેમાં પહેલા કમળ પછી ખમણ કે પહેલા ઝાડું પછી લાડુ બેમાંથી કર્યું સાચું પડશે તે આવતીકાલે મતગણતરી બાદ જ ખબર પડશે.
મતદાન પહેલા કેટલાક સુત્રો વાયરલ થયા
વર્ષ ૨૦૨૧ ની ચૂંટણીમાં ૩૨.૮૮ લાખ મતદારોની યાદી હતી, જે ૨૦૨૬ માં સીધી ૨૪.૭૬ લાખ પર આવી અટકીછે. એટલે કે ૮.૨૨ લાખ મતદારો ઓછા થઈ ગયા છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝનની કામગીરીબાદ થયેલો આ મોટો કાપ હવે સીધો રાજકીય સમીકરણો અનિશ્ચિત બનાવી રહ્યા છે.
આ વખતના ૨૪.૭૬લાખ મતદારોમાંથી માત્ર ૧૪.૬૮ લાખ મતદારો મતદાન માટે ઘરથી બહાર નીકળી મતદાન મથક સુધી પહોંચ્યાછે. તેની સાથે સાથે આ વખતની મતદાન પેર્ટન અને મતદાનોના મુડ પણ સ્વીંગ જોવા મળી રહ્યો છે તેના કારણે રાજકીય પક્ષો જીત માટે દાવો કરે છે પરંતુ કેટલી બેઠક મળશે તે માટે નક્કર કહી શકતા નથી.
સુરત પાલિકાની ચુંટણી માટે આવતીકાલે મતગણતરી થશે પાલિકાના રાંદેર-અઠવા ઝોનમાં આપ કે કોંગ્રેસકોઈ દાવો કરતું નથી. તેથી આ વિસ્તારમાં ભાજપને ક્લીન સ્વીપ મળશે જ્યારે પાટીદાર-પ્રજાપતિ વિસ્તાર એવાકતારગામ વિસ્તાર અને પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં આપ દ્વારા પોતાનો ગઢ હોવાનો દાવો કરી રહ્યો છેતો બીજી તરફ ભાજપ આ વખતે આ ગઢ પાછો મેળવશે તેવો દાવો કરી રહ્યું છે.
આ ઉપરાંત બીજી તરફ સેન્ટ્રલ ઝોન-કતારગામ અને લિંબાયતના કેટલાક વોર્ડમાં ભાજપ-આપના નારાજનેતા-કાર્યકરોના કારણે ક્રોસ વોટીંગ થતો હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે. આ નુકસાન ભાજપને વધુ થશેકે આપ ને તે મતગણતરી બાદ જ ખબર પડશે. આ ઉપરાંત ગત ચુંટણીમાં ઝીરો થઈ ગયેલી કોંગ્રેસ આ વખતેપાલિકામાં ખાતું ખોલે છે કે નહીં તે અંગે પણ અનેક અટકળો થઈ રહી છે. મતગણતરી પહેલા જે અટકળો થઈરહી છે તે કેટલી સાચી અને કેટલી ખોટી તે મંગળવારે બપોર સુધીમાં ખબર પડી જશે.